- રાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત
- એક સાથે બે પેરાલિમ્પિક ખેલાડીઓ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત થશે
- 11 ખેલાડીઓને મળશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન
જયપુરઃરાજસ્થાનના ઈતિહાસમાં પ્રથમ વખત બે પેરાલિમ્પિક ખેલાડીઓને એક સાથે ખેલ રત્ન એવોર્ડ (Major Dhyan Chand Khel Ratna Award)થી સન્માનિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે બંને ખેલાડીઓ રાજ્યની રાજધાની જયપુરના રહેવાસી છે. અવની લેખરા અને કૃષ્ણા નાગરે (Avani Lekhara and Krishna Nagar) ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે, અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020 દરમિયાન શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ સાથે જ કૃષ્ણા નાગરે બેડમિન્ટન M6 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો
હકીકતમાં, લેખરા (Avani Lekhara) ટોક્યો પેરાલિમ્પિક્સમાં બે મેડલ જીતનાર દેશની પ્રથમ ખેલાડી છે. તે જયપુરના શાસ્ત્રીનગરમાં રહે છે. તેણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ 50 મીટર એર રાઈફલ મહિલા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
આ પણ વાંચોઃTOKYO PARALYMPICS: 24માં સ્થાને રહ્યું ભારત, 19 મેડલ જીતીને રચ્યો ઇતિહાસ
અવની લેખરા સાથે જોડાયેલી કેટલીક વાતો.
વર્ષ 2012માં મહાશિવરાત્રીના દિવસે અવની સાથે માર્ગ અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ લેખરાને લકવો થયો હતો અને તેણે વ્હીલ ચેરનો સહારો લેવો પડ્યો હતો.
અવનીએ વર્ષ 2015માં જયપુરના જગતપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં શૂટિંગ શરૂ કર્યું હતું.
તેણે વર્ષ 2017માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું, યુએઈમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો હતો.
વર્ષ 2018માં તેણે એશિયન પેરા ગેમ્સમાં પણ ભાગ લીધો હતો.
વર્ષ 2019માં તેને GoSports ફાઉન્ડેશન દ્વારા ભારતમાં સૌથી વધુ આશાસ્પદ પેરાલિમ્પિક એથ્લેટ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
8 નવેમ્બર 2001ના રોજ જયપુરમાં જન્મેલી અવનીને તેના પિતાએ રમતગમતમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી હતી.
અવનીએ શરૂઆતમાં શૂટિંગ અને તીરંદાજી બંનેનો પ્રયાસ કર્યો હતો.