ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ફ્રી પીઝા આપશે ડોમીનોઝ, જાણો શા માટે ? - Mirabai Chanu

ઓલિમ્પિક્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આંતરરાષ્ટ્રીય પીઝા ચેઈન ડોમીનોઝે લાઈફટાઈમ ફ્રી પીઝા આપવાની જાહેરાત કરી છે. જેની પાછળનું કારણ છે તેમનો એક ઈન્ટરવ્યૂ…

ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ફ્રી પીઝા આપશે ડોમીનોઝ
ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂને લાઈફટાઈમ ફ્રી પીઝા આપશે ડોમીનોઝ

By

Published : Jul 25, 2021, 8:35 PM IST

  • ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂને મળશે જીવનભર ફ્રી પીઝા
  • આંતરરાષ્ટ્રીય પીઝા ચેઈન ડોમીનોઝે કરી જાહેરાત
  • એક ઈન્ટરવ્યૂમાં મીરાબાઈએ સૌપ્રથમ પીઝા ખાવાની ઈચ્છા કરી હતી વ્યક્ત

ન્યૂઝ ડેસ્ક : ભારતને ટોક્યો ઓલિમ્પિક્સમાં પ્રથમ મેડલ અપાવનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યા બાદ એક ઈન્ટરવ્યૂમાં સૌથી પહેલા પીઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈને ડોમીનોઝે ટ્વિટ કરીને મીરાબાઈને લાઈફટાઈમ માટે ફ્રી પીઝા આપવાની જાહેરાત કરી છે.

મીરાબાઈએ શું કહ્યું હતું ઈન્ટરવ્યૂમાં ?

ઈન્ટરવ્યૂમાં મીરાબાઈ ચાનૂને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, હવે મેડલ જીત્યા બાદ તમે સૌપ્રથમ શું કરશો ? જેના જવાબમાં તેણીએ જણાવ્યું હતું કે, "હું પીઝા ખાવાનું પસંદ કરીશ. કારણ કે ઘણો સમય થઈ ગયો છે, મેં પીઝા ખાધા નથી." આ ઈન્ટરવ્યૂ બાદ મીરાબાઈને ફ્રી પીઝા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ડોમીનોઝ દ્વારા કરવામાં આવેલું ટ્વિટ

શું હતું ડોમીનોઝ દ્વારા કરાયેલા ટ્વિટમાં ?

આ ઈન્ટરવ્યૂને લઈને ડોમીનોઝે ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, 'વતન માટે મેડલ લાવવા માટે મીરાબાઈ ચાનૂને ખૂબ ખૂબ અભિનંદન. તમે અબજો ભારતીયોનું મેડલ લાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે અને અમે તમને જીંદગીભર માટે ફ્રી પીઝા સાથે નવાઝવા માંગીએ છીએ.'

ABOUT THE AUTHOR

...view details