ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo 2020 : બોક્સર વિકાસ કૃષ્ણ યાદવ જાપાનના ઓકાઝાવા સામે 0-5થી હાર્યો - ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ યાદવ

ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ યાદવનું મેડલ મેળવવાનું સ્વપ્ન આ વર્ષે પણ અધૂરું રહી ગયું છે. 69 કિલો વેઈટ કેટેગરીના 32માં રાઉન્ડમાં વિકાસનો જાપાનના મેનસાહ ઓકાઝોવા સામે 0-5થી કારમો પરાજય થયો હતો.

Vikash Krishan
Vikash Krishan

By

Published : Jul 24, 2021, 5:25 PM IST

  • ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણ યાદવની હાર
  • પ્રથમ દિવસે જ ઓલિમ્પિક મેડલનું સ્વપ્ન રોળાયું
  • સતત ત્રીજી વખત ઓલિમ્પિક્સમાં પસંદ થનાર બીજો બોક્સર

ટોક્યો : ભારત તરફથી ઓલિમ્પિક્સમાં જનાર સૌથી વધુ અનુભવી બોક્સર વિકાસ કૃષ્ણ યાદવ ઓલિમ્પિક્સની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. જાપાનના મેનસાહ ઓકાઝોવાએ તેને 69 કિલોની વેઈટ કેટેગરીના મુકાબલામાં 32માં રાઉન્ડમાં 5-0થી હરાવ્યો છે.

ભારતનો બીજો એવો બોક્સર, જેણે સતત ત્રીજી વખત ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું

વિકાસ કૃષ્ણ યાદવ ભારતનો બીજો એવો બોક્સર છે. જેણે સતત ત્રણ વખત ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હોય. પ્રથમ નંબરે વિજેંદર સિંહનું નામ છે. તે આ અગાઉ પણ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે, પરંતુ હજુ સુધી એક પણ મેડલ મેળવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details