- ભારતના સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયાની હાર
- ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલમાં થઈ હાર
- હવે બ્રોન્ઝ મેડલ માટે ખેલશે
ટોક્યોઃ ભારતના સ્ટાર કુશ્તીબાજ બજરંગ પુનિયાને ( Bajrang Punia ) ટોક્યો ઓલિમ્પિકમાં ( Tokyo Olympics 2020 ) પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિલોગ્રામ વર્ગની સેમિફાઇનલ મેચમાં અઝરબૈજાનના હાજી અલીયેવના હાથે 5-12થી હારનો સામનો કરવો પડ્યો હતો. બજરંગે મેચની સારી શરૂઆત કરી અને એક પોઈન્ટ મેળવ્યો, પરંતુ હાજીએ ચાર પોઈન્ટ એકત્ર કરવા માટે ઝડપી વાપસી કરી. બજરંગ પ્રથમ સમયગાળામાં 1-4થી પાછળ હતો. બીજા રાઉન્ડમાં પણ, હાજીએ બજરંગ ( Bajrang Punia ) પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું અને ચાર પોઇન્ટ મેળવ્યાં. જો કે, બજરંગે ફરી બે પોઈન્ટ મેળવ્યા અને પોઈન્ટનો ગેપ ઓછો કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ હાજીએ તેમને ચિત્ત બાદ ફરી એક અંક મેળવ્યો.
હાજીએ પલડુ ભારે બનાવ્યું
આ પછી બજરંગે ( Bajrang Punia ) બે પોઇન્ટ લીધા અને આ સમયે મેચ અઘરી લાગવા લાગી. જોકે, હાજીએ ફરી બે વધુ પોઈન્ટ મેળવ્યાં. હાજીએ મેચને એકતરફી બનાવીને વધુ એક પોઈન્ટ જીત્યો. બીજા પીરિયડમાં હાજીએ 8-4ની લીડ મેળવી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં બજરંગ ભારતના સૌથી મોટા મેડલની આશા રાખનારાઓમાંના એક હતાં, પરંતુ ગોલ્ડ મેડલ મેળવવાનું તેમનું સપનું તૂટી ગયું. જોકે, તેની પાસે હજુ બ્રોન્ઝ મેડલ લાવવાની તક છે.
ક્વાર્ટર ફાઇનલ મેચમાં બજરંગે ઈરાની પ્રતિસ્પર્ધીને હરાવ્યો હતો