- અદિતિનો કુલ સ્કોર 15 અંડર 269 હતો અને તે બે સ્ટ્રોકથી ચૂકી ગઈ
- ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચવામાં ચૂકી ગઈ
- અમેરિકાની નેલી કોરડા(Nelly Korda)એ ગોલ્ડ મેડલ જીત્યો
ટોક્યો: ભારતીય ગોલ્ફર અદિતિ અશોક ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ગોલ્ફ સ્પર્ધામાં 1 સ્ટ્રોકથી મેડલ ગુમાવ્યો અને ખરાબ વાતાવરણથી પ્રભાવિત ચોથા રાઉન્ડમાં ત્રણ અંડર 68 સાથે ચોથા સ્થાને રહી. અદિતિનો કુલ સ્કોર 15 અંડર 269 હતો અને તે બે સ્ટ્રોકથી ચૂકી ગઈ હતી.
આ પણ વાંચો- Tokyo Olympics 2020: 16માં દિવસે જોવા મળશે ભારત vs પાકિસ્તાન... અને જો એમ થયું તો 'ગોલ્ડ' પાક્કો
રિયો ઓલિમ્પિકમાં 41માં ક્રમે રહેલી અદિતિએ જો કે પ્રશંસનીય પ્રદર્શન કર્યું
ઓલિમ્પિકમાં ઐતિહાસિક મેડલની નજીક આવેલી અદિતિએ સવારની શરૂઆત બીજા નંબરથી કરી હતી, પરંતુ તે પાછળ પડી ગઈ હતી. રિયો ઓલિમ્પિકમાં 41માં ક્રમે રહેલી અદિતિએ જો કે પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. અંતિમ રાઉન્ડમાં, તે પાંચમા, છઠ્ઠા, આઠમા, 13મા અને 14મા હોલ પર બર્ડી લગાવ્યો અને નવમા અને 11માં હોલ પર બોગી કરી હતી.
વિશ્વની નંબર વન અમેરિકન ગોલ્ફર નેલી કોરડાએ ગોલ્ડ મેડલ જીત્યો
વિશ્વની નંબર વન અમેરિકન ગોલ્ફર નેલી કોરડા(Nelly Korda)એ બે અન્ડર 69 સાથે 17 અંડર કુલ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જાપાનની મોને ઇનામી (Mone Inami) અને ન્યૂઝીલેન્ડની લિડિયા કો(Lydia Ko) વચ્ચે રજત પદક માટે પ્લેઓફ રમાઇ હતી, જેમાં ઇનામીએ બાજી મારી હતી.
વાવાઝોડાને કારણે કેટલાક સમય માટે રમતમાં વિક્ષેપ પડ્યો