બ્રિસબેન : દુનિયાની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી એશલી બાર્ટી અમેરિકી ઓપનમાંથી દૂર થઈ છે. કારણ કે, તે કોરોના વાઈરસની મહામારી વચ્ચે પ્રવાસ કરવાનું જોખમ લેવા માંગતી નથી. 24 વર્ષીયની ઓસ્ટ્રેલિયાની બાર્ટી વૈશ્વિક સ્વાસ્થય સંકટના કારણે ન્યૂયોર્કમાં 31 ઓગ્સ્ટથી 13 સપ્ટેમ્બર સુધી રમાનાર ગ્રાન્ડસ્લૈમ ટૂર્નામેન્ટથી દૂર થનારી સૌથી હાઈ પ્રોફાઈલ ખેલાડી છે.
બાર્ટીએ ઈમેલ દ્વારા કહ્યું કે, મારી ટીમ અને મે નિર્ણય લીધો છે. અમે વેસ્ટર્ન એન્ડ સદર્ન ઓપન અને અમેરિકી ઓપન માટે પ્રવાસ કરશું નહી. તેમણે કહ્યું મને આ બંન્ને સ્પર્ધા પસંદ છે. મારા માટે આ નિર્ણય ખુબ જ મુશ્કેલ ભર્યો હતો પરંતુ કોવિડ-19ના કારણે હજુ ખુબ જોખમ છે અને હું અને મારી ટીમને આવી મુશ્કેલીમાં નાખવા તૈયાર નથી.
બાર્ટીએ હજુ સુધી એ નિર્ણય લીધો નથી કે, તે ગત્ત વર્ષ ફેન્ચ ઓપન ખિતાબ રમશે કે નહી. આ પહેલા ફ્રેન્ચ ઓપને પણ સ્થગિત કરવામાં આવી હતી. હવે ફ્રેન્ચ ઓપનનું આયોજન 27 સપ્ટેમ્બરમાં કરવામાં આવશે. બાર્ટી સિવાય અન્ય કેટલાક ખેલાડીઓ પણ અમેરિકી પ્રવાસ કરવાને જોખમ કહી રહ્યા છે. કોરોના વાઈરસના કારણે અત્યારસુધીમાં કુલ 150,000 લોકોના મોત થયા છે.
સેરેના વિલિયમ્સ, કોકો ગૌફ, નોવાક જોકોવિચ અને રાફેલ નડાલ પણ સામેલ છે પરંતુ બાર્ટી 2 વખતના ગ્રાન્ડ સ્લૈમ ચેમ્પિયન નાઓમી ઓસાકા અને 2019ના યૂએસ ઓપન ચેમ્પિયન બિયાંકા એન્ડ્રીસ્કયૂના નામ ટૂર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવ્યા નથી.આપને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના કારણે માર્ચથી કોઈપણ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરાયું નથી.
અમેરિકી ઓપન વર્ષના અંતિમ ગ્રાન્ડ સ્લૈમ ટૂનામેન્ટ છે, પરંતુ હવે ફ્રેન્ચ ઓપન પહેલા યોજાનાર છે. વર્ષના બીજા ગ્રાન્ડ સ્લૈમ ફ્રેન્ચ ઓપનને કોરોનાના કારણે સ્થગિત કરાઈ હતા. પહેલા 24 જૂન થી 7 જુલાઈ સુધી રમાનાર હતી. હવે 27 સપ્ટેમ્બર થી 11 ઓક્ટોમ્બર વચ્ચે રમાશે.