- ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ વિમ્બલ્ડનમાંથી થઈ બહાર
- પ્રથમ રાઉન્ડના મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થતા વિમ્બલ્ડનમાંથી ખસી
- બેલારૂસની અલેકસાન્દ્રા સામેની મેચ દરમિયાન થઈ ઈજાગ્રસ્ત
ન્યૂઝ ડેસ્કઃ અમેરિકન દિગ્ગજ ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ( Serena Williams )ને પોતાનું 8મું વિમ્બલ્ડન ( wimbledon ) સિંગલ્સનો ખિતાબ જીતવાનું અને માર્ગારેટ કોર્ટના 24 ગ્રાન્ડ સ્લેમ્સના રેકોર્ડની બરાબરી કરવાનું સ્વપ્ન તૂટી ગયું હતું. કારણ કે વિમ્બલ્ડન( wimbledon )ના પ્રથમ રાઉન્ડના મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થતા તે વિમ્બલ્ડન માંથી બહાર થઈ ગઈ છે. 39 વર્ષની સેરેનાએ રમત ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એક રેલી દરમિયાન તેના પગમાં સખત દુખાવો થઈ રહ્યો હતો અને તે કોર્ટ પર પડી ગઈ હતી. મેચ છોડતી વખતે પ્રથમ સેટનો સ્કોર 3-3થી બરાબર હતો.
આ પહેલા 1998 માં પણ તે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી
કોઈ પણ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ દરમિયાન આ બીજી વખત છે જ્યારે સેરેનાને મેચમાંથી બહાર નીકળવાની ફરજ પડી છે. આ પહેલા 1998 માં પણ તે ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ હતી. સેરેના( Serena Williams )ને દુનિયાની 100માં નંબરની ખેલાડી સામે ચાલી રહેલી મેચ દરમિયાન ખસવુ પડ્યું હતું. તેઓએ જણાવ્યું કે, આજે મેચ માથી ખસતી વખતે મારૂ દિલ તૂટી ગયું છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું ઈજાગ્રસ્ત થતા મેચમાંથી ખસીને જઈ રહી હતી, ત્યારે પ્રેક્ષકોની અદભૂત હૂંફ અને સમર્થનનો મને ખુબ અહેસાસ થયો હતો. આ જ મારી દુનિયા છે.
આ પણ વાંચોઃ US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો