19 વર્ષની બિયાંકા આંદ્રસ્કૂએ સેમીફાઈનલમાં બેલિંડા બેનકિકને 7-6, (7-3), 7-5થી હરાવી છે. અમેરિકાની સેરેના વિલિયમ્સે યુક્રેનની અલિના સ્વિતોલિનાને 6-3, 6-1થી હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.
US Open: સેરેના વિલિયમ્સને હરાવી બિયાંકા આંદ્રેસ્કૂએ ઈતિહાસ સર્જયો - બિયાંકા આંદ્રેસ્કૂ
ન્યૂયોક: 23 ગ્રાન્ડ સ્લેમ વિનર સેરેના વિલિયમ્સને કેનેડાની બિયાંકા આંદ્રસ્કૂએ US ઓપન 2019ની મહિલા સિંગલની ફાઈનલમાં હરાવીને ઈતિહાસ સર્જયો છે. આંદ્રસ્કૂ યુએસ ઓપન જીતનારી કેનેડાની પ્રથન ખેલાડી છે. આંદ્રસ્કૂએ અમેરિકા ઓપનની ફાઈનલ મેચમાં સેરેનાને 6-3, 7-5થી હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે.
યુએસ ઓપનની ફાઈનલમાં મેચ દરનિયાન આંદ્રેસ્કૂ શરૂઆતથી સેરેના પર હાવી હતી. આ હારની સાથે સેરેનાનું ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટ 24 ગ્રાન્ડ સેલમ જીતવાના રેકોર્ડ બરાબર કરવાનું સપનું ટૂટી ગયું છે.
છેલ્લા 6 ટૂનામેન્ટમાં સેરેનાની ચૌથી ફાઈનલ છે. સેરેના છેલ્લા 2 વર્ષોથી વિમ્લડનમાં રનસઅપ છે. 2018માં સેરેનાને એજલિક કર્બર અને 2019માં સિમોના હાલેસએ હરાવી હતી. ઉલ્લેખનીય છે કે, સેરેના 6 વાર યુએસ ઓપન જીતી ચૂંકી છે. સેરેનાએ 2014માં લાસ્ટ યુએસ ઓપન જીત્યું હતું. અને 2017માં છેલ્લું ગ્રાન્ડ સેલ્મ ઓસ્ટ્રેલિયા ઓપન જીત્યું હતું.