જ્યૂરિખઃ સ્વિજરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરએ ફેન્સને વોલી(ટેનિસના મેચમાં લગાવવામાં આવતો શોર્ટ) ચેલેન્જ આપ્યો છે.
કોરોના વાઇરસના કારણે દરેક રમતો બંધ છે અને પુરી દૂનિયા લોકડાઉનની સ્થિતીનો સામનો કરી રહી છે. ત્યારે ખેલાડીઓ પોતાના ઘરમાં સમય પસાર કરી રહ્યા છે. ફેડરર પણ ઘરમાં લોકડાઉન છે.
ફેડરરએ પોતાના ટ્વિટર પર એક વીડિયો શેયર કર્યો છે, જેમાં એક ટેનિસ રેકેટ રાખવામાં આવ્યું છે અને એક દિવાલ પાસે ઉભા છે. ફેડરર ટેનિસ રેકેટથી દિવાલ પર વારમવાર વાર કરી રહ્યા છે.
ટ્વિટના કેપ્સનમાં લખ્યું કે, આ એક ઉપયોગી સોલો ડ્રિલ છે. આવો જોઇએ તમારી પાસે કંઇ છે. વીડિયો સાથે જવાબ આપો બાદમાં હુ કંઇક ટિપ્સ આપીશ.
ફેડરરએ પોતાના ટ્વિટમાં ઘણા ખેલાડિયોનો સમાવેશ કર્યો છે, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોહલીનો પણ સમાવેશ થાય છે.