હૈદરાબાદઃ પોતાના ફોરહેન્ડl ગ્રાઉન્ડ સ્ટ્રોક માટે જાણીતી સાનિયા મિર્ઝાએ ભારતમાં વિમેન્સ ટેનિસમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. ભારત જેવો દેશ કે જ્યાં ક્રિકેટની એક ધર્મ તરીકે પૂજા થાય છે તેવા દેશમાં સાનિયા મિર્ઝાએ ફિમેલ ટેનિસ પ્લેયર તરીકે સર્વોચ્ચ સ્થાન કંડાર્યું છે. તેણે ભારતમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંને રમતોમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. સાનિયાની પ્રતિષ્ઠા કેટલી છે તેનો અંદાજ તેના ફેન ફોલોઇંગ પરથી પણ લગાવી શકાય તેમ છે.
સાનિયા મિર્ઝાએ વિમેન્સ ટેનિસમાં ભારતને ઘણા ‘ફર્સ્ટ’ અપાવ્યા છે. ગ્રાન્ડ સ્લેમના ચોથા રાઉન્ડમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. ગ્લાન્ડ સ્લેમ ટાઇટલ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા છે. આ ઉપરાંત WTA ટાઇટલ સહિત અનેક પ્રખ્યાત મેચ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. 33 વર્ષીય સાનિયા મિર્ઝાએ તેની સોનેરી કારકિર્દીમાં ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં છ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે અને ટેનિસમાં તેની સિદ્ધિઓ અનન્ય છે. 2003થી લઇને 2013માં તે સિંગલ્સમાંથી નિવૃત્ત થઇ ત્યાં સુધી WTAએ તેને બંને કેટેગરીમાં ભારતની નંબર વન પ્લેયરનો રેન્ક આપેલો છે.
સાનિયા મિર્ઝાના પાંચ મહાન વિજય
વિમ્બ્લ્ડન ટ્રોફી
12 વર્ષ સુધી પ્રોફેશનલ ટેનિસ પ્લેયર તરીકે રમ્યા બાદ સાનિયાએ 2015 વિમ્બ્લ્ડન ચેમ્પિયનશિપમાં વિમેન્સ ડબલ્સમાં સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું. તેણે અને માર્ટિન હિંગિસે ભેગા થઇને રશિયન ટીમ એક્ટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાને પરાજય આપ્યો હતો. ભારતીય અને સ્વિત્ઝર્લેન્ડની મહિલા ખેલાડીની આ જોડીએ તે વર્ષે વિમ્બ્લ્ડનમાં પ્રવેશ કર્યો હતો અને સહેજ પણ નિરાશ થયા વગર એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કર્યા હતા. એક પણ સિંગલ સેટ હાર્યા વગર તેમણે વિજય પથ પર પોતાની કૂચ જારી રાખી હતી. ફાઇનલમાં સાનિયા-હિંગિસની જોડી પ્રથમ સેટ ડ્રોપ કર્યા બાદ બાઉન્સ બેક થઇ હતી અને રશિયાની જોડી એક્ટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાને 5-7, 7-6, 7-5થી મહાત આપી હતી. સાનિયા પ્રતિષ્ઠિત વિમ્બ્લ્ડનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની અને તેણે ભારતીય મહિલા ટેનિસમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો.