ગુજરાત

gujarat

ETV Bharat / sports

સ્મૃતિ મંધાના અને રોહન બોપન્નાને ખેલ પ્રધાને અર્જુન એવોર્ડથી સન્માનિત કર્યા - tenis

નવી દિલ્હી: ખેલ પ્રધાન કિરન રિજિજુ ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાને અર્જૂન એવોર્ડથી સન્માનિત કર્યા છે. ગયા વર્ષે 25 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત પુરસ્કાર કાર્યક્રમ દરમિયાન અર્જુન પુરસ્કાર મળ્યો નહોતો, કારણ કે, તે આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે દેશની બહાર ગયા હતા.

સ્મૃતિ મંધાના અને રોહન બોપન્નાને અર્જુન એવોર્ડથી સન્માનિત

By

Published : Jul 17, 2019, 1:10 PM IST

સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટમાં મોટું નામ ધરાવે છે. મહિલા હોય કે પુરૂષ, તે ટી-20 આંતરરાષ્ટ્રીયમાં તે સૌથી ઓછી ઉંમરની કેપ્ટન છે. મંધાન આ જ વર્ષે ફેબ્રુઆરીમાં દુનિયાની નંબર-1 વનડે બેટ્સમેન બની હતી.

વર્ષ 2018ની આઈસીસી મહિલા ખેલાડી રહેલી મંધાનાએ ગયા વર્ષે 12 એક દિવસીય મેચોમાં 669 રન અેન 25 ટી-20માં 622 રન બનાવ્યા હતા.

સ્મૃતિ મંધાના અને રોહન બોપન્નાને અર્જુન એવોર્ડથી સન્માનિત

એશિયન ગેમ્સ 2018માં ટેનિસ પુરૂષ ડબલ્સમાં સ્વર્ણ પદ જીતનાર બોપન્નાએ આ દરમિયાન કહ્યું કે, 'અર્જુન પુરસ્કાર વિજેતા તરીકે ઓળખ મેળવવી મારી માટે ગર્વની વાત છે. હું આ પુરસ્કાર પ્રાપ્ત કરીને ઘણો ખુશ છું. રમત પ્રધાને મને પુરસ્કાર આપી સન્માનિત કર્યો અને તે ભારતમાં રમતને લઈને ખૂબ ચિંતિત છે.'

ABOUT THE AUTHOR

...view details