નવી દિલ્હી : રોમાનિયાની પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન મહિલા ટેનિસ ખેલાડી સિમોના હાલેપે કહ્યું કે તે કોરોના વાઇરસથી પીડિત લોકોની મદદ માટે જરુરી મેડિકલ સામગ્રી આપવાનો ફેંસલો કર્યો છે.
કોરોના વાઇરસથી પીડિત લોકોની મદદ માટે આગળ આવી સિમોના હોલેપ - romania
સિમોના હેલેપે કહ્યું છે કે રોમાનિયામાં રોગચાળાથી પીડિત લોકો માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડશે અને તેને વધુમાં કહ્યું કે તે તેમના દેશવાસીઓની મદદ માટે પ્રતિબંધ છુ અને મે મેડિકલ સામગ્રી આપવાનો ફેંસલો કર્યો છે.
હાલેપે ટ્વીટ કરીને તબીબી કર્મચારીઓનો આભાર માન્યો હતો. સાથો સાથ હાલેપે પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે આ એક સારો મોકો છે. જ્યાં આપણે કહી શકીએ કે આપણે આપણા જીવન અને આસપાસના લોકો માટે જવાબદાર છીએ અને વધુમાં કહ્યું કે એક તરફ આપણે ઘરે બેઠા છીએ, ત્યારે બીજી તરફ ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ બીમારીથી પીડિત લોકોની મદદ કરી તેમનો જીવ બચાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. જેથી મે ફેંસલો કર્યો છે કે હું પીડિત લોકોની મદદ માટે અમુક રકમ દાનમાં આપીશ. રોમાનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 200 કેસ સામે આવ્યા છે.