નવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ફેડ કપ હર્ટ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. તે આ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય છે. સાનિયાને એશિયા/ઓસનિયા ઝોન માટે નામાંકિત કરવામાં આવી છે.
તેમની સાથે ઈન્ડોનેશિયાની પ્રિસ્કા માડેલિન નુગ્રોહોને પણ નામાંકિત કરવામાં આવી છે. ફેટ કપે એક નિવેદનમાં કહ્યું કે, 6 ખેલાડીને ત્રણ ક્ષેત્રીય ગૃપ-1 ફેડ કપ હર્ટ એવોર્ડમાટે નામાંકિત કરવામાં આવ્યા છે.