ટેનિસના દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરે સ્વિઝરલેન્ડના પ્રથમ જીવિત વ્યકિત છે. જેના સન્માનમાં ચાંદીનો સિક્કો જાહેર કરવામાં આવશે. સ્વિઝરલેન્ડની સંધીય ટંકશાળા સ્વિસમિટે ફેડરરને સન્માનમાં તેમના ફોટા સાથે 20 ફ્રૈંકના ચાંદીના સિક્કા બનાવ્યા છે.
સ્વિસમિંટે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફેડરલ મિંટ સ્વિસમિંટ રોજર ફેડરરને સમર્પિત કરે છે. ઈતિહાસમાં પ્રથમ વખત આવું થઈ રહ્યું છે કે, જ્યારે એક જીવિત વ્યક્તિના સન્માનમાં ચાંદીના સ્મારક સિક્કા જાહેર કરીને તેઓને સન્માનિત કરવામાં આવી રહ્યાં છે.
ફેડરરના બેકહૈડ વાળા 55 હજાર સિક્કા બનાવવામાં આવ્યા છે. સ્વિસમિંટે 50 ફ્રૈંકવાળા સિક્કા મે મહિનામાં જાહેર કરશે.રોજર ફેડરરે પુરૂષ સિંગલ્સમાં 20 ગ્રેન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે અને આવુ કરનાર તેઓ પહેલા પ્લેયર છે
38 વર્ષીય રોજર ફેડરર ગ્રાન્ડ સ્લેમ વિજેતા ફેડરરે આ માટે સ્વિઝરલેન્ડ સરકારનો આભાર વ્યકત કર્યો છે. તેમણે કહ્યું કે," આ શાનદાર સન્માન માટે સ્વિઝરલેન્ડ અને સ્વિસમિંટનો આભાર. ફેડરરે 20 ગ્રાન્ડ સ્લેમ અને 28 એપી માસ્ટર્સ 1000 ખિતાબ જીત્યા છે.
ફેડરર હવે વર્લ્ડ રેન્કિંગમાં નંબર-3 સ્થાન પર આ વર્ષે સમાપન કરશે.