ન્યૂયૉર્ક: યુએસ ઓપનના ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે કોરોના વાઈરસની મહામારીને કારણે યૂએસ ઓપનમાંથી પોતાનું નામ પરત ખેચ્યું છે. તેમણે રોજર ફેડરરના ગ્રાન્ડ સ્લૈમ ટૈલીનો પાછળ છોડી દેવાના પોતાના દાવાઓને પણ બ્રેક આપી છે. નડાલે કહ્યું કે, દુનિયાભરમાં સ્થિતિ ખુબ જટિલ છે. COVID-19ના કેસ દિનપ્રતિદિન વધી રહ્યામ છે. એવું લાગી રહ્યું છે કે, અમારી પાસે કોરોના વાઈરસને નિંયત્રણીત કરવાનો કોઈ ઉકેલ નથી.
સ્પેનના 34 વર્ષીય ખેલાડી નડાલે ન્યૂયૉર્કમાં 31 ઓગ્સ્ટથી શરુ થનારી ટૂનામેન્ટને લઈ નડાલે કહ્યું કે, હું આવું કરવા માંગતો ન હતો, પરંતુ કોરોનાની મહામારીને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સ્પેન ઓપન ટૂર્નામેન્ટના નિર્દેશક સ્ટેસી એલાસ્ટરે કહ્યું કે, રાફેલ અમારી રમતમાં સૌથી મહાન ચેમ્પિયનમાંથી એક છે. જે અમે તેમના નિર્ણયને સમર્થન આપીએ છીએ. તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ નંબર વન ખેલાડી એશલી બાર્ટીએ પહેલા જાહેરાત કરી હતી કે, હું યૂએસ ઓપન રમશે નહીં. આ સિવાય નિક કિર્ગિયોસે પણ ન્યૂયોર્ક ટૂનામેન્ટમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી.