હૈદરાબાદ: વિશ્વના પૂર્વ નંબર વન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે ફોર્બ્સની યાદીમાં નંબર -1 સ્થાન પ્રાપ્ત કર્યું છે. ધનિક ખેલાડીઓની યાદીમાં તેને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
મેસ્સી વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર છે ફેડરરે લિયોનેલ મેસ્સીને પાછળ છોડી દીધો છે. મેસ્સી વિશ્વનો સૌથી પ્રખ્યાત ફૂટબોલર છે, અને સૌથી ધનિક ખેલાડી છે. સ્વિસ ખેલાડી ફેડરર આ યાદીમાં ટોચ પર રહેનારો વિશ્વનો પહેલો ટેનિસ ખેલાડી બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે જાહેર થયેલા વિશ્વના સૌથી ધનિક ખેલાડીઓની યાદીમાં રોજર ફેડરરે મેસ્સીને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફોર્બ્સની યાદી મુજબ ફેડરર વિશ્વનો સૌથી વધુ કમાણી કરનારો રમતવીર બની ગયો છે. 20 ગ્રાન્ડ સ્લેમ જીતનારા ફેડરરે છેલ્લા એક વર્ષમાં 8 અબજ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 7.94 અબજ અને મેસ્સીએ 7.86 અબજની કમાણી કરી છે. આ સિવાય નેયામારે 7.22 અબજ અને અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સે 6.66 અબજ રૂપિયાની કમાણી કરી છે.
આ ઉપરાંત ટેનિસ ખેલાડી નઓમી ઓસાકાએ અમેરિકન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને પછાડી મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઓસાકાએ એક વર્ષમાં 2.82 અબજ રૂપિયા અને સેરેનાએ 2.72 અબજ રૂપિયાની કમાણી કરી છે.