પેરિસ : સ્પેનના રાફેલ નડાલે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને અહીં ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 12 વખત ચેમ્પિયન નડાલે રવિવારે મેન્સ સિંગલ્સના ચોથા રાઉન્ડમાં ક્વોલિફાયર અમેરિકાના સેબેસ્ટિયન કોરડાને સીધા સેટમાં હરાવીને અંતિમ -8 માં પ્રવેશ કર્યો હતો.
ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં રાફેલ નડાલે પ્રવેશ કર્યો - ટેનિસ ટૂર્નામેન્ટ
લાલ બજરીના બાદશાહ નામથી મશહૂર બનેલા રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનના ચોથા રાઉન્ડમાં 20 વર્ષીય યુવા ખેલાડી સેબેસ્ટિયન કોરડાને 6-1, 6-1, 6-2થી હરાવીને અંતિમ -8 માં પ્રવેશ કર્યો હતો.
લાલ બજરીના બાદશાહ નડાલે 20 વર્ષના યુવા ખેલાડી કોરડાને 6-1, 6-1, 6-2થી હરાવ્યો. સ્પેનિશ ખેલાડીએ એક કલાક અને 55 મિનિટમાં આ મુકાબલો પોતાનો નામે કર્યો હતો. નડાલ સતત ચોથી વખત ફ્રેન્ચ ઓપનમાં જીતવા માટે રાહ જોઈ રહ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે તેનો મુકાબલો એલેક્ઝાન્ડર ઝવેરેવ અને જેનિક સિનરની વચ્ચે થશે.
19 વખતના ગ્રાન્ડસ્લેમ વિજેતા નડાલે જીત્યા બાદ યુવા ખેલાડી કોરડાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, "હકીકતમાં સેબેસ્ટિયનનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ રહેશે. તે એક તેજસ્વી ખેલાડી છે અને તે ફક્ત 20 વર્ષનો છે."