- પ્લિસકોવાએ 44.4 ટકા પોઇન્ટ બનાવ્યા હતા
- સ્વિતેકે તેનું પ્રથમ ડબ્લ્યુટીએ 1000 ખિતાબ મેળવ્યો
- 1983માં હંગેરીની આન્ડ્રીયા તેમેસ્વારીએ એકતરફી મેચમાં અમેરિકાની બોની ગાડુસેકને 6-1, 6-0થી હરાવી હતી
રોમ: પોલેન્ડની ઇગા સ્વિતેકે ચેક ગણરાજ્યની કૈરોલિના પ્લિસકોવાને હરાવી ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ મેળવ્યો હતો. સ્વિતેકે 46મી મિનિટ સુધઈ ચાલેલી એકપક્ષીય ફાઇનલ મેચમાં સતત નવમી ક્રમાંકિત પ્લિસકોવાને સતત 6-0, 6-0થી હરાવીને ખિતાબ મેળવ્યો હતો.
આ પણ વાંચોઃઈટલીમાં ATP ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ભારતના સુમિત નાગલની હાર
19 વર્ષીય સ્વિતેકે પ્રથમ સર્વિસમાં 93.3 ટકા પોઇન્ટ બનાવ્યા હતા
19 વર્ષીય સ્વિતેકે પ્રથમ સર્વિસમાં 93.3 ટકા પોઇન્ટ બનાવ્યા હતા, જ્યારે પ્લિસકોવાએ 44.4 ટકા પોઇન્ટ બનાવ્યા હતા. આ જીત સાથે સ્વિતેકે તેનું પ્રથમ ડબ્લ્યુટીએ 1000 ટાઇટલ જીત્યું, જ્યારે તેની કારકિર્દીનું આ ત્રીજું ટાઇટલ છે. તેણે ગયા વર્ષે ફ્રેન્ચ ઓપન અને ફેબ્રુઆરીમાં એડિલેડનું બિરુદ મેળવ્યું હતું. ડબલ્યુટીએ રેન્કિંગમાં 15માં ક્રમે સ્વિતેકનું આ સિઝનનું બીજું ટાઇટલ છે અને આ જીત સાથે તે ટોપ-10માં સામેલ થઇ ગઇ છે.