ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઈન્ડોનેશિયા ઓપનમાં હરમીતે જીત્યો ખિતાબ, એન્થોની અમલરાજને આપી હાર - ટેબલ ટેનિસ ન્યૂઝ

મુંબઈઃ અનુભવી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉમદા પ્રદર્શન કર્યુ છે. તેણે ઈન્ડોનેશિયા ઓપનમાં ગોલ્ડ મેડલ વિજેતાને હરાવીને ટેબલ ટેનિસ ચેમ્પનિયશિપનો ખિતાબ જીત્યો છે.

ઈન્ડોનેશિયા ઓપનમાં હરમીતે જીત્યો

By

Published : Nov 17, 2019, 11:24 PM IST

વર્લ્ડ નંબર 104માં હરમીતે સિંગલ્સની ફાઈનલમાં ગોલ્ડ મેડલ વિજેતા એન્થોની અમલરાજને 4-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ચેમ્પિયન હરમીતનું આ વર્ષનું બીજું ટાઇટલ છે.

હરમીતે ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના યુટો કિઝિકોરીને 4-2 અને સેમિફાઇનલમાં હોંગકોંગના સિઓ હેંગ લામને 4-2થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે બીજી તરફ અમલરાજે ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલના જોઆઓ મોંટેરિયાને 4-0થી અને સેમિફાઇનલમાં સેનેગલના ઇબ્રાહિમ ડાયવને હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details