ભારતના લોકો ઘણા જનૂની અને ઉર્જાવાન: રોજર ફેડરર - US Open Tennis
હૈદરાબાદ: સ્વિટ્ઝર્લેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરરએ કહ્યું કે, ભારતના લોકો ઘણા જનૂની અને ઉર્જાવાન છે. 20 વાર ગ્રેન્ડ સેલ્મ વિજતા ફેડરરે એક કંપની સાથે વાતચીતમાં આ વાત કહી છે.
federer
કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર ફેડરરનો વીડિયો શેટર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, મને ભારત પંસદ છે. હું ભારતનો પ્રવાસ કરવા અને રમવા માગું છું. ભારત ઉર્જાવાન દેશ છે. જયાં ઘણા લોકો એક સાથે વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે, ફેડરર 2006, 2014 અને 2015માં ભારત આવી ચૂંક્યા છે.