નવી દિલ્હી : ભારતના સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ કહ્યું કે, યુવા મહિલા ખેલાડીઓને કોચિંગ સમયે સંવેલદનશીલ રહેવુ જરૂરી છે. સાનિયાએ આ વાત બુધવારે અખિલ ભારતીય ટેનિસ સંધ અને ભારતીય ખેલ દ્વારા ભારતીય પ્રશિક્ષકો માટે આયોજન કરનાર સેમિનારમાં કહ્યું છે.
યુવા મહિલા ખેલાડીઓને કોચિંગ આપતા સમયે સંવેદનશીલ રહેવાની જરૂર : સાનિયા - ક્રિકેટ
સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાને ગર્વ છે કે, ક્રિકેટ સિવાઇની રમતમાં પણ યુવા મહિલાઓ ભારતના રમત-ગમતમાં સામેલ થાય છે. પરંતુ તેને લાગે છે કે દેશમાં મહિલાઓ માટે વાસ્તવિક કેરિયરના રૂપે હજુ કેટલોક સમય લાગી શકે છે.
યુવા મહિલા ખેલાડીઓને કોચિંગ આપતા સમયે સંવેદનશીલ રહેવાની જરૂર : સાનિયા
સાનિયાએ કહ્યું કે, 'મારા પિતા હંમેશા કહે છે કે, મહિલા ટેનિસ ખેલાડી સાથે કામ કરવુ ઘણુ મુશ્કેલ હોય છે. કારણ કે મને એવુ લાગે છે કે યુવા ઉંમરે યુવતીઓ માનિસિક રીતે કેટલીક પરિસ્થિતિઓમાંથી પસાર થતી હોય છે.’
સાનિયાએ વધુમાં જણાવતા કહ્યું કે, દેશમાં મહિલાઓ માટે રમતને કેરિયરના રૂપમાં હજુ કેટલોક સમય લાગશે.