- અંકિતા રૈનાને BJK કપની શરૂઆતની મેચમાં લાતવિયાની ખેલાડી સામે મળી હાર
- અંકિતા રૈના અને કરમન કૌર થાંડીની લાતવિયા સામે હારી ગયા
- ભારતીય ટીમ લાતવિયા સામે 0 -2થી પાછળ થઈ ગઈ
જુર્મલા (લાતવિયા) : ભારતીય મહિલા ટેનિસ ટીમની ટોચની નામાંકિત સિંગલ્સ ખેલાડી અંકિતા રૈનાએ BJK કપની શરૂઆતની મેચમાં લાતવિયાની ખેલાડી સામે મળેલી હાર બાદ જણાવ્યું છે કે, જો મેચમાં સામેની ખેલાડી પ્રત્યે પહેલાથી જ તૈયાર હોત તો કદાચ પરિણામ થોડા જુદાં હોત. ભારતીય મહિલા ટેનિસ ટીમની ટોચના નામાંકિત સિંગલ્સ ખેલાડીઓ અંકિતા રૈના અને કરમન કૌર થાંડીની લાતવિયા સામે હારી ગયા. આ હાર બાદ હવે ભારતીય ટીમ લાતવિયા સામે 0 -2થી પાછળ થઈ ગઈ છે.
હું શરૂઆતથી જ તેમની રમતને અનુકૂળ થઈ શકી હોત તો પરિણામ કંઈક અલગ જ હોત: રૈના
વર્લ્ડ રેન્કિંગમાં 174મા ક્રમે રહેલી રૈનાએ મેચ બાદ જણાવ્યું કે, "પહેલા સેટથી જ મને સમજાઈ ગયું કે તે (ઓસ્ટાપેન્કો) શું કરી રહી હતી અને મારે મારી રમત બદલવાની જરૂર છે. તે સારું હતું કે, હું તેમની રમતને અનુકૂળ થઈ શકી પણ જો હું શરૂઆતથી જ તેમની રમતને અનુકૂળ થઈ શકી હોત તો પરિણામ કંઈક અલગ જ હોત." 2017 ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઓસ્ટાપેન્કોએ રૈનાને 6–2, 5–7, 7–5થી હરાવી હતી. ઓસ્ટાપેન્કોએ બે કલાક અને 24 મિનિટમાં આ મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો :સાનિયા મિર્ઝાએ જીત મેળવી કતાર ઓપન ક્વાર્ટરફાઈનલમાં બનાવી જગ્યા
જ્યારે તમે તમારા દેશ માટે રમો છો, ત્યારે તમે દરેક વસ્તુ માટે લડતા હો છો: અંકિતા