ગુજરાત

gujarat

ETV Bharat / sports

બલ્ગેરિયાના ટેનિસ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - ગ્રિગોર દિમિત્રોવ

બલ્ગેરિયાના ટેનિસ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી દિમિત્રોવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી હતી કે, તે કોરોના પોઝિટિવ છે.

Grigor Dimitrov
ગ્રિગોર દિમિત્રોવ

By

Published : Jun 22, 2020, 8:09 AM IST

બલ્ગેરિયા: બલ્ગેરિયાના ટેનિસ ખેલાડી ગ્રિગોર દિમિત્રોવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ માહિતી દિમિત્રોવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી હતી કે, તે કોરોના પોઝિટિવ છે.

ગ્રિગોર દિમિત્રોવ

29 વર્ષીય ટેનિસ ખેલાડીએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું કે, હું મારા મિત્રોને કહેવા માગુ છું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું વધુમાં કહેવા માગુ છું કે, ભૂતકાળમાં જે પણ મારા સંપર્કમાં આવ્યા છે. તે તમામ લોકો તેમનો કોરોના ટેસ્ટ કરાવે અને જરૂરી સાવચેતી રાખે.

દિમિત્રોવે જણાવ્યું કે, મારા તરફથી જે પણ કોઇને નુક્સાન થયું તેનાથી મને દુ:ખ છે. હું હવે ઘરે પરત આવી ગયો છું, અને સ્વસ્થ છું. આપના સમર્થન માટે આભાર. "કૃપા કરીને સુરક્ષિત અને સ્વસ્થ રહો."

ABOUT THE AUTHOR

...view details