37 વર્ષીય ફેડરરની કોશિશ 33 વર્ષીય નડાલને 12મી વખત ફ્રેંચ ઓપન ખીતાબ જીતવાથી રોકવાની હશે. જો આ ટુર્નામેન્ટમાં રાફેલ નડાલ જીત મેળવે તો તે એક ગ્રાન્ડ સ્લૈમ સૌથી વધુ વખત જીતવાનો ઓસ્ટ્રેલિયાની માર્ગેટ કોર્ટનો રેકોર્ડ તોડશે. મહિલા ખેલાડી કોર્ટે 1960થી 1973 વચ્ચે 11 વખત ઓસ્ટ્રેલિયન ખિતાબ જીત્યા છે.
ફ્રેંચ ઓપનની સેમીફાઈનલમાં ફેડરર-નડાલ ટક્કર - sport
સ્પોર્ટસ ડેસ્ક: ટેનિસના મહાન ખેલાડી સ્પેનના રાફેલ નડાલ અને સ્વિઝરલેન્ડનો રોજર ફેડરર વર્ષના બીજા ગ્રાન્ડ સ્લૈમ ફ્રેંચ ઓપન ફાઈનલમાં ટકરાશે. નડાલએ ક્વાટર ફાઈનલ મેચમાં જાપાનના નિશિકોરીને 6-1, 6-1, 6-3થી હાર આપી હતી. જ્યારે ફેડરરે હમવતન સ્ટાન વાવારિંકા સામના મુકાબલામાં 7-6 (7-4), 4-6, 7-6 (7-5), 6-4થી હાર આપી હતી.
![ફ્રેંચ ઓપનની સેમીફાઈનલમાં ફેડરર-નડાલ ટક્કર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3482110-thumbnail-3x2-sports.jpg)
ફેડરર પણ નડાલ સાથે મુકાબલો કરવામાં ઉત્સુક છે. ફેડરરે કહ્યું કે, હવે મારો મેચ રાફેલ સાથે છે અને હું ખુબ જ ઉત્સાહિત છું. કેરિયરમાં 20 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતેલ ફેડરર મેજર ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ રેકોર્ડ અમેરિકાના જીમી કોનર્સના નામે હતો. તેમણે 1991 US ઓપનમાં ભાગ લીધો હતો.
નડાલે આ મુકાબલાને લઈ કહ્યું કે, મેં મારી કેરિયરમાં સૌથી વધુ સમય એક-બીજા સાથે કોર્ટ પર મુકાબલો કર્યો છે. આ વધુ એક તક છે, જેના માટે હું ખુબ ખુશ છું. તેમજ આ એક વિશેષ ક્ષણ હશે. જેના માટે હું તૈયાર રહેવાની કોંશિશ કરીશ.