- વેસ્ટઇન્ડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે આજે ખરાખરીનો જંગ
- હારનાર ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા લગભગ પુરી
- વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર
- બાંગ્લાદેશમાં આત્મવિશ્વાસનો અભાવ
શારજાહઃ વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ (WI vs Ban) T20 વર્લ્ડ કપ (T 20 world cup 2021)ની સુપર-12 ગ્રુપ વન મેચમાં શુક્રવારે એકબીજાનો સામનો કરશે. વેસ્ટ ઈન્ડિઝને ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશને ઈંગ્લેન્ડ અને શ્રીલંકાએ હરાવ્યું હતું. આવી સ્થિતિમાં આ બન્ને ટીમોએ હવે સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવા માટે જીતની જરૂર છે.
વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર
ઈંગ્લેન્ડ સામે તેની ટીમ માત્ર 55 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે પોતાની બેટિંગની નબળાઈઓને દૂર કરવાની જરૂર છે. તેના તમામ બેટ્સમેનોએ પોતાની વિકેટ ઈનામમાં આપી હતી. ધીમી પીચ પર બે-બે રન ચોરવાને બદલે તેણે મોટા શોટ રમવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વેસ્ટ ઈન્ડિઝે 11મી અને 20મી ઓવર વચ્ચે 64 રનમાં આઠ વિકેટ ગુમાવી
આ પછી બે વખતના ચેમ્પિયનએ બીજી મેચમાં પોતાનું વલણ બદલ્યું અને લેન્ડલ સિમોન્સને ઇનિંગ્સ સાચવવાનું કામ સોંપ્યું,પરંતુઆ ઓપનરે ખૂબ જ ધીમી રમત રમી અને તેણે 35 બોલમાં માત્ર 16 રન બનાવ્યા જેનાથી ટીમ પર દબાણ વધી ગયું. જેના કારણે એવિન લુઈસ જેવા અન્ય બેટ્સમેનોએ જોખમી શોટ રમીને પોતાની વિકેટ ગુમાવવી પડી હતી. વેસ્ટ ઈન્ડિઝે 11મી અને 20મી ઓવર વચ્ચે 64 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી અને મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. જેસન હોલ્ડરના ટીમમાં સામેલ થવાથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ મજબૂત થઈ છે. હોલ્ડરે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું હતું. જોકે UAEની સ્થિતિ વેસ્ટ ઈન્ડિઝના 'બિગ હિટર' માટે અનુકૂળ નથી. છેલ્લી સાત મેચમાં તે રમ્યો પણ જીતી શક્યો નથી. જેમાં ટુર્નામેન્ટ પહેલાની બંને પ્રેક્ટિસ મેચોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો:ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને ખસી ગયો