- અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીત્યો
- અફઘાનિસ્તાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો
- ટુર્નામેન્ટમાં ત્રણ સેમી ફાઇનલિસ્ટ મળી ચુક્યા
અબુ ધાબી:ન્યૂઝીલેન્ડે રવિવારે ICC T20 વર્લ્ડ કપના (T20 WORLD CUP 2021) સુપર 12માં અફઘાનિસ્તાનને છ વિકેટે હરાવ્યું. આ સાથે જ ભારતની સેમીફાઈનલમાં જવાની આશા પણ સમાપ્ત થઈ ગઈ છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા અફઘાનિસ્તાને (AFGHANISTAN VS NEW ZEALAND) 20 ઓવરમાં 8 વિકેટે 124 રન બનાવ્યા હતા. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમે 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક પૂરો કર્યો હતો. ટીમ વતી કેપ્ટન કેન વિલિયમસન અને ડેવોન કોનવેએ 56 બોલમાં 68 રનની ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે કિવી ટીમ ટૂર્નામેન્ટની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.
ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવ્યું
ન્યુઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટે હરાવી ટી20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. કિવી ટીમની આ જીત સાથે ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા સમાપ્ત પુરી થઈ ગઈ છે. સેમિફાઇનલમાં પ્રવેશનારી કિવિ ગ્રુપ 2 ની બીજી ટીમ છે. પાકિસ્તાન પહેલાથી જ છેલ્લા 4માં પ્રવેશી ચૂક્યું છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચેલી ચાર ટીમો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન છે.
ઝદરાનની શાનદાર અડધી સદી