- ભારત માટે રમતી વખતે અપેક્ષાઓનો સામનો કરવો પડે છે
- પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની હારથી ભારત આગળ પહોંચવું મુશ્કેલ
- કોહલીએ કહ્યું કે ટીમ બેટ અને બોલ બંનેથી હિંમત બતાવી શકી નથી
દુબઈ:ન્યુઝીલેન્ડ (New Zealand)સામે આઠ વિકેટથી પરાજય બાદ T-20 વર્લ્ડ કપની(T-20 World Cup) સેમીફાઈનલની રેસમાંથી બહાર ફેંકાઈ જવાના આરે રહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ(India captain Virat Kohli) કહ્યું કે તેના ખેલાડીઓ બેટ અને બોલ બંનેથી હિંમત બતાવી શક્યા નથી.
કોહલીએ સતત બીજી હાર બાદ કહ્યું કે તે ખૂબ જ વિચિત્ર
કોહલીએ સતત બીજી હાર બાદ કહ્યું કે, તે ખૂબ જ વિચિત્ર છે. મને નથી લાગતું કે અમે અમારી રમતમાં બેટ કે બોલથી હિંમત બતાવી શક્યા છીએ. અમે ઘણા રન બનાવ્યા નહોતા, પરંતુ તેને બચાવવા હિંમત સાથે ઉતર્યા નહોતા. તેણે કહ્યું, ભારત માટે રમતી વખતે અપેક્ષાઓનો સામનો કરવો પડે છે.
માત્ર ચાહકો જ નહીં પણ ખેલાડીઓને પણ ઘણી અપેક્ષાઓ હોય
જ્યારે તમે ભારતીય ક્રિકેટ ટીમ માટે રમો છો, ત્યારે માત્ર ચાહકો જ નહીં પણ ખેલાડીઓને પણ ઘણી અપેક્ષાઓ હોય છે. અપેક્ષાઓ હંમેશા રહેશે અને અમે ઘણા વર્ષોથી તેનો સામનો કરી રહ્યા છીએ. ભારત માટે રમે છે તે દરેક ખેલાડીએ કરવું પડશે.જ્યારે તમે એક ટીમ તરીકે રમો છો, ત્યારે અપેક્ષાઓનું કોઈ દબાણ હોતું નથી. પરંતુ છેલ્લી બે મેચમાં અમે એવું કરી શક્યા ન હતા. આ ટૂર્નામેન્ટ બાદ T-20 ટીમની કેપ્ટન્સી છોડનારા કોહલીએ કહ્યું કે, કારણ કે તમે ભારતીય ટીમ છો અને તમારી પાસેથી અપેક્ષાઓ છે, તો તમે અલગ રીતે રમી શકતા નથી.
આ હારથી ભારત માટે અંતિમ ચારમાં પહોંચવું મુશ્કેલ બની ગયું
જો કે, તેણે એમ પણ કહ્યું કે, અમે ઠીક છીએ અને હજુ ઘણું ક્રિકેટ રમવાનું બાકી છે. પાકિસ્તાન સામે દસ વિકેટે હાર્યા બાદ ન્યૂઝીલેન્ડ સામેની આ હારથી ભારત માટે અંતિમ ચારમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે. તેણે હવે અફઘાનિસ્તાન, નામિબિયા અને સ્કોટલેન્ડ સામે રમવાનું છે.
આ પણ વાંચોઃન્યુઝીલેન્ડે સાબિત કર્યું છે કે સફળતા માટે ઝઘડાની જરૂર નથી: ગ્રેગ ચેપલ
આ પણ વાંચોઃIND vs NZ T20 World Cup : સતત 18 વર્ષથી ન્યુઝીલેન્ડ સામે હારતાં ભારતની જીત કે પુનરાવર્તન ?