ગુજરાત

gujarat

By

Published : Oct 27, 2021, 10:47 AM IST

ETV Bharat / sports

ભારત સામેની મેચ જીત્યા પછી પાકિસ્તાની ક્રિકેટર રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરી, પૂર્વ ક્રિકેટરે આ અંગે આપેલા નિવેદન માટે માગી માફી

પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાને ભારત સામેની મેચ દરમિયાન નમાઝ અદા કરી હતી, જે અંગે હવે વિવાદ ઉભો થયો છે. તેવામાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વકાર યુનુસે પણ આ અંગે નિવેદન આપ્યું હતું. જોકે, પોતાના નિવેદન માટે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બોલિંગ કોચ વકાર યુનુસે માફી માગી છે.

ભારત સામેની મેચ જીત્યા પછી પાકિસ્તાની ક્રિકેટર રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરી, પૂર્વ ક્રિકેટરે આ અંગે આપેલા નિવેદન માટે માગી માફી
ભારત સામેની મેચ જીત્યા પછી પાકિસ્તાની ક્રિકેટર રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરી, પૂર્વ ક્રિકેટરે આ અંગે આપેલા નિવેદન માટે માગી માફી

  • ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને પહેલી જ મેચમાં ભારતને મ્હાત આપી હતી
  • પાકિસ્તાની બેટ્સમેન રિઝવાને ગ્રાઉન્ડ પર નમાઝ પઢતા વિવાદ સર્જાયો
  • પાકિસ્તાની પૂર્વ ખેલાડી વકાર યુનુસે આ અંગે નિવેદન આપ્યું પણ પછી માફી માગી

હૈદરાબાદઃ ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને પહેલી જ મેચમાં ભારતને મ્હાત આપી હતી. આવું પહેલી વખત થયું જ્યારે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત હારી ગયું, પરંતુ આ મેચના અંતમાં કંઈક એવું થયું, જેના પર વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાની બેટ્સમેન રિઝવાને મેચ દરમિયાન ગ્રાઉન્ડ પર જ દુઆ કરી હતી, જે અંગે વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડી વકાર યુનુસે આને સ્પેશિયલ મોમેન્ટ ગણાવ્યું હતું.

આ પણ વાંચો-ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનારા ઈરફાન પઠાણનો આજે જન્મદિવસ

ડ્રિન્ક્સ બ્રેકમાં મોહમ્મદ રિઝવાને ગ્રાઉન્ડમાં નમાઝ અદા કરી હતી

પાકિસ્તાનની એક ચેનલ પર ચર્ચા દરમિયાન વકાર યુનુસે કહ્યું હતું કે, રિઝવાને જે ગ્રાઉન્ડમાં ઉભા રહીને નમાઝ અદા કરી, હિન્દુઓની વચ્ચે ઉભા રહીને. તે મારા માટે ખૂબ જ વિશેષ ક્ષણ હતી. વકાર યુનુસનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, 24 ઓક્ટોબરે દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ડ્રિન્ક્સ બ્રેકમાં મોહમ્મદ રિઝવાને નમાઝ અદા કરી હતી. ત્યારબાદ મેચ જ્યારે જીતી. ત્યારે પણ તેમણે દુઆ કરી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને હવે વકાર યુનુસે આટલું મોટું નિવેદન આપ્યું છે.

શોએબ અખ્તરે ટ્વિટર પર મોહમ્મદ રિઝવાનનો વીડિયો શેર કર્યો

આપને જણાવી દઈએ કે, યુનુસની સાથે આ ડિબેટમાં પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર પણ જોડાયા હતા. બંને ખેલાડીઓએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની બેટિંગના વકાણ કર્યા હતા અને ભારત સામે જે રણનીતિથી મેચ પૂર્ણ કરી તેને સારી ગણાવી હતી. શોએબે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મોહમ્મદ રિઝવાનનો નમાઝ અદા કરતો એક વીડિયો શેર કર્યો હતો.

આ પણ વાંચો-દ્રવિડ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે અરજી કરી, VVS લક્ષ્મણ એનસીએમાં કાર્યભાર સંભાળે તેવી શક્યતા

વકારુ યુનુસે ટ્વિટર પર માફી માગી, કહ્યું- આવેશમાં આવીને વાત કહી હતી

મોહમ્મદ રિઝવાનના ગ્રાઉન્ડ પર નમાઝ અદા કરતા ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. આ અંગે કરવામાં આવેલી કમેન્ટ અંગે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બોલિંગ કોચ વકાર યુનુસે માફી માગી હતી. વકારે ટ્વિટર પર લખ્યું હતું કે, આવેશમાં આવીને તેમણે આ વાત કહી હતી. મેં એવું કંઈક કહ્યું, જે મારા કહેવાનો અર્થ નહતો, જેનાથી ઘણા લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. હું આ માટે માફી માગું છું. આવું કરવું એ મારો ઉદ્દેશ નહતો. સાચે ભૂલ થઈ ગઈ. રમત લોકોને રંગ અને ધર્મથી અલગ રહીને જોડે છે.

મને આશા છે કે વકાર માફી માગશેઃ હર્ષા ભોગલો

તો વકારની આ કમેન્ટ અંગે ભારતના સ્ટાર કમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, હું વાતથી આશ્વસ્ત છું કે, વકાર આ માટે માફી માગશે. અમે ક્રિકેટ જગતને જોડવાનું છે. નહીં કે ધર્મના આધારે તેના ભાગલા પાડવાના.

ABOUT THE AUTHOR

...view details