- ધ ગ્રેટ ખલીના માતાનુ નિધન
- કેટલાક સમયથી બિમારીથી પીડાઈ રહ્યા હતા
- હિમાચલ પ્રદેશમાં થશે અંતિમ સંસ્કાર
લુધીયાના : રેસલર ધી ગ્રેટ ખલી ઉર્ફે દલીપસિંહ રાણાની માતા તાંડી દેવીનું રવિવારે લુધિયાણાની એક હોસ્પિટલમાં મલ્ટિ-ઓર્ગન પ્રોબ્લેમ સાથે લડતી વખતે નિધન થયું હતું.તાંડી દેવીની ઉંમર 75 વર્ષની હતી અને તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા હતા, હોસ્પિટલના અધિકારીઓએ રવિવારે પુષ્ટિ કરી હતી. ખલીની માતાને ગયા અઠવાડિયે દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (ડીએમસીએચ) દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રેસલર ધ ગ્રેટ ખલી બન્યા અમદાવાદના મહેમાન