ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું નવુ શેડ્યુલ રજૂ કરાયું, જાણો નવી તારીખ - 15થી 24 જૂલાઇ

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન 2022માં 15થી 24 જૂલાઇ વચ્ચે થશે. વિશ્વ એથલેટિક્સે છેલ્લા મહીને ટૂર્નામેંટ 2022માં કરવાની ઘોષણા કરી હતી.

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ
વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ

By

Published : Apr 9, 2020, 12:07 PM IST

પેરિસઃ આવનાર વર્ષ યૂજીનીમાં યોજાનારા ઓરગન વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે 15થી 24 જૂલાઇ 2022માં યોજાશે, તેના કારણે બર્મિંઘમ રાષ્ટ્રમંડલ રમતો સાથે ટકરાવથી બચી શકાય.

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપે છેલ્લા મહીને ટૂર્નામેંટ 2022માં કરવાની ઘોષણા કરી હતી. કારણ કે ટોક્યો ઓલંપિક કોરોના વાઇરસની મહામારીના કારણે 2021માં યોજાશે.

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ

વિશ્વ એથ્લેટિક્સએ કહ્યું કે, વિશ્વ એથ્લેટિક્સ પરિષદએ આ અઠવાડીયામાં વાતચિત કરી નવી તારીખોને મંજૂરી આપી છે. આ તારીખના કારણે વિશ્વ ચેમ્પિયનશિપ બર્મિંઘમ રાષ્ટ્રમંડલ રમતો અને મ્યુનિખમાં યૂરોપીય ચેમ્પિયનશિપ વચ્ચે ટકરાવ થશે નહી.

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ

વિશ્વ એથલેટિક્સના અધ્યક્ષ સેબેસ્ટિયનએ કહ્યું કે, આ એથલેટિક્સના ચાહકો માટે સોના પર સુહાગા જેવું છે, ચાહકોને 6 અઠવાડિયા સુધી ઉચ્ચ સ્તરનું પ્રદર્શન જોવા મળશે અને વિશ્વ ચેમ્પિયનશિપની મોટી બીજી રમતો સાથે ટકરાશે નહી. વિશ્વ ચેમ્પિયનશિપ પછી રાષ્ટ્રમંડલ રમતો અને યૂરોપીયન ચેમ્પિયનશિપનું આયોજન થશે. કોરોના વાઇરસએ લોકોની જીંદગી સાથે રમતો પર પ્રભાવ પાડ્યો છે.

વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ

વિશ્વ સ્વાસ્થ સંગઠન મુજબ દૂનિયાભરમાં કોરોના વાઇરસના સંક્રમિત લોકોની સંખ્યા 13 લાખથી પણ વધારે છે. જ્યારે કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી લગભગ 80 હજાર જેટલા લોકોના જીવ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details