નવી દિલ્હી મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) માર્ચ 2023માં એક મહિનાની વિંડોમાં શરૂ થશે. તેમાં પાંચ ટીમો રમશે તેવી દરેકને શક્યતા છે, શુક્રવારે BCCI (Cricket Board of India)ના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી હતી. BCCIના ટોચના અધિકારીઓ દ્વારા આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને દક્ષિણ આફ્રિકામાં મહિલા T20 વર્લ્ડ કપ પછી ટુર્નામેન્ટ માટે માર્ચની વિન્ડોને યોગ્ય માનવામાં આવી હતી.
આ પણ વાંચોદિલ્હી સરકાર તરફથી મદદ ન મળતા બ્રોન્ઝ મેડાલિસ્ટ દિવ્યાએ યુપીનું કર્યું પ્રતિનિધિત્વ
WIPL ક્યારે થશે શરૂ BCCIના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે PTIને જણાવ્યું, WIPL માર્ચના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે અને અમે પ્રથમ વર્ષ માટે ચાર અઠવાડિયાની વિન્ડો નક્કી કરી છે. T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં 9 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે અને અમે તે પછી તરત જ WIPL કરાવવાની યોજના બનાવીએ છીએ. તેમણે કહ્યું, હાલમાં, અમે પાંચ ટીમો સાથે ટુર્નામેન્ટનું આયોજન કરીશું, પરંતુ તે છ ટીમોની હોઈ શકે છે કારણ કે, સંભવિત રોકાણકારોમાં ઘણો રસ છે. આગળ ટીમોની હરાજીની પ્રક્રિયા જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચોએશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ શરૂ કરી ટ્રેનિંગ, સોશિયલ મીડિયામાં કર્યો વીડિયો શેર
BCCIએ કરી જાહેરાત BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે અગાઉ PTIને અલગ-અલગ ઈન્ટરવ્યુમાં પુષ્ટિ કરી હતી કે, WIPL 2023 માં શરૂ થશે. મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ તમામે મહિલા ટીમો ખરીદવામાં રસ દાખવ્યો હતો. યુટીવીના CEO રોની સ્ક્રુવાલાએ પણ ટ્વીટ કર્યું હતું કે, તેઓ WIPL (Women's Indian Premier League) ફ્રેન્ચાઇઝી ખરીદવામાં રસ ધરાવે છે.