વિમ્બલ્ડન (ઇંગ્લેન્ડ):સ્પેનના 20 વર્ષીય ટોચના ક્રમાંકિત કાર્લોસ અલ્કારાઝે અનુભવી નોવાકને હરાવી વિમ્બલ્ડન પુરૂષ સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. લગભગ 5 કલાક સુધી ચાલેલી રમતમાં, કાર્લોસ અલ્કારાઝે 23 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સામે મુકાબલો કરીને ઈતિહાસ રચ્યો હતો. કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2023ની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. સ્પેનિશ સ્ટાર અલ્કારાઝનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ અને પ્રથમ વિમ્બલ્ડન ટાઇટલ છે.
અલ્કારાઝેની વિમ્બલ્ડન 2023 ની સફર:વિમ્બલ્ડન 2023 માં, અલ્કારાઝે શરૂઆતની 2 મેચોમાં સીધા સેટમાં ફ્રાન્સના જેરેમી ચાર્ડી અને એલેક્ઝાન્ડ્રે મુલરને હરાવ્યા હતા. કાર્લોસ અલ્કારાઝે ત્રીજા રાઉન્ડમાં નિકોલસ જેરીને 6-3, 6-7, 6-3, 7-5 અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇટાલીના માટ્ટેઓ બેરેટિનીને 3-6, 6-3, 6-3, 6-3થી હરાવ્યો હતો. ક્વાર્ટર ફાઈનલમાં હોલ્ગર રૂનને 7–6, 6–4, 6–4થી અને સેમિફાઈનલમાં ડેનિલ મેદવેદેવને 6–3, 6–3, 6–3થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.