- વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બદલવાનો નિર્ણય લેવાયો
- વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં હવે સફેદ મોજામાં જોવા મળશે
- વિજેતાઓને મેડલ-બેલ્ટથી વિશેષ ઈનામ પણ મળશે
ડેસ્ક ન્યુઝ: ઇન્ટરનેશનલ બોક્સિંગ(International Boxing) એસોસિએશન (AIBA)એ પુરુષોની વર્લ્ડ ચેમ્પિયનશિપ(World Championship)દરમિયાન પરંપરાગત લાલ અને વાદળી બેલ્ટને ખાસ બેલ્ટ અને સફેદ મોજા સાથે બદલવાનો નિર્ણય કર્યો છે. તેને વિવાદથી ઘેરાયેલી રમતમાં નવી શરૂઆતના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ 24 ઓક્ટોબરથી સર્બિયાના બેલગ્રેડમાં રમાશે. ભારત સહિત સૌથી વધુ દેશોના 600થી વધુ બોક્સર તેમાં ભાગ લેશે. મેડલ નક્કર સોના અને ચાંદીના બનશે.
ચેમ્પિયનશિપમાં વિજેતાઓને માત્ર ટાઇટલ નહી
AIBAના પ્રમુખ ઓમર ક્રેમલેવે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, "આ ચેમ્પિયનશિપમાં ટાઇટલ સાથે, વિજેતાઓને માત્ર મેડલ અને બેલ્ટ જ નહીં, પણ નોંધપાત્ર ઇનામની રકમ પણ મળશે. આ વખતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ વિજેતાઓને $ 26 મિલિયન(26 લાખ ડૉલર)ની ઇનામી રકમ આપવામાં આવશે. ચેમ્પિયનશિપમાં વાદળી અને લાલ મોજાને બદલે સફેદનો ઉપયોગ કરવામાં આવશે. ક્રેમલેવે કહ્યું, આ ફેરફારો સાથે રમત નવી શરૂઆત કરવા જઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, સફેદ મોજા નવી શરૂઆત, નિષ્પક્ષતા અને પારદર્શિતાનું પ્રતીક છે. અમે દરેકને સમાન તકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.