નવી દિલ્હીઃ ડબ્લ્યુએફઆઈના સેક્રેટરી વિનોદ તોમરે જણાવ્યું હતું કે, અમે ચાલુ વર્ષના ખેલ રત્ન માટે વિનેશનું નામ મોકલીશું. આ સતત બીજી વાર હશે જ્યારે ફોગાટને દેશના સર્વોચ્ચ રમત-ગમત સન્માન માટે નિયુક્ત કરવામાં આવશે.
WFIએ કહ્યું- વિનેશ ફોગાટનું ખેલ રત્ન માટે મોકલીશું - ઓલિમ્પિકનો ક્વોટા
ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ચાલું વર્ષના ખેલ રત્ન માટે મહિલા ખેલાડી વિનેશ ફોગાટનું નામ મોકલશે.
WFIએ કહ્યું- વિનેશ ફોગાટનું ખેલ રત્ન માટે મોકલીશું
WFIના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિનેશના નામ પર અંતિમ મહોર લગાવી સોમવારે રમતગમત મંત્રાલયને મોકલશે. ગયા વર્ષે બજરંગ પુનિયાની સાથે આ એવોર્ડ માટે વિનેશનું નામ પણ મોકલવામાં આવ્યું હતું, પછી બજરંગ પુનિયાને આ એવોર્ડ મળ્યો હતો.
વિનેશ હાલમાં 53 કિલો વર્ગમાં વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે. તેમણે 2019 વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સાથે ઓલિમ્પિકનો ક્વોટા હાંસલ કર્યો છે. મહત્વનું છે કે, ઓલિમ્પિક રમતોમાં વિનેશને પાસે ભારતને પદકની આશા છે.