નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાઈરસના સંક્રમણના પગલે ઑલિમ્પિક ક્વોલિફાયીંગ શિડ્યુલ ભલે હાલ પુરતુ સ્થગિત કરવામાં આવ્યુ હોય પરંતુ ભારત તરફથી મીરાબાઈ ચાનૂનુ ઑલિમ્પિકમાં રમવુ નિશ્ચિત છે.પૂર્વ વર્લ્ડ ચેંમ્પિયન મીરાબાઈ ચાનૂ હાલ 49 કિલ્લો મહિલા વિશ્વ રેકિંગમાં ત્રિજુ ક્રમાંક ધરાવે છે. જે કે ટોકીયો ઑલિમ્પિકમાં ભારતીય યુવા વેઈટ લિફ્ટર જેરેમી લાલરિનુંગા પણ ક્વોલિફાય માટે પ્રબળ દાવેદારી નોંધાવી શકે છે.
વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનૂનું ઑલિમ્પિકમાં રમવું લગભગ નિશ્ચિત - Weightlifter
2020માં જાપાનના ટોકીયોમાં યોજાનારા ઑલિમ્પિકમાં વેઈટ લિફ્ટર મીરાબાઈ ભારત તરફથી નેત્તૃત્વ કરી શકે છે. જોકે, ભારતીય યુવા વેઈટ લિફ્ટર જેરેમી લાલરિનુંગા પણ ક્વોલિફાય કરી શકે છે.

ઑલિમ્પિકના નવા ક્વોલિકેશન નિયમો મુજબ ચાનૂએ 6માંથી 5 ટુર્નામેંન્ટમાં ભાગ લિધેલ છે. 17 અને 18 માર્ચે આંતરરાષ્ટ્રીય વેઈટ લિફ્ટિંગ ફેડરેશનના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા કરવામાં આવેલ વિડિયો કોન્ફરન્સ બેઠકમાં IOCને આ અંગેની માહિતી આપવામાં આવી.
ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના જનરલ સેક્રેટરી સહદેવ યાદવએ મીરાબાઈનું ઑલિમ્પિકમાં રમવુ લગભગ નિશ્ચિત માને છે ચાનૂ હાલ વિશ્વ રેકિંગમાં ત્રિજો ક્રમાંક ધરાવે છે.વિશ્વ રેકિંગમાં સામેલ આઠ ખેલાડીઓને ક્વોલિકેશન રાંઉડ બાદ ટોકયો ઑલિમ્પિકમાં સ્થાન આપવામાં આવશે. ચાનૂએ 5 ટુર્નામેંન્ટમાં ભાગ લિધો છે. તાશકંદમાં રમાનાર એશિયન ચેમ્પિયનશિપને કોરોના વાઈરસને કારણે રદ્ કરવામાં આવી છે.મને લાગે છે કે ક્વોલિફાંઈગ ટુર્નામેન્ટ નહી થાય અને વિશ્વ રેકિંગના આધારે નક્કી કરવામાં આવશે.