- થોમસ બાક પુનઃ IOCનાં અધ્યક્ષ બન્યાં
- 4 વર્ષની મુદ્દત માટે બન્યા અધ્યક્ષ
- કોરોનાને કારણે હજુપણ ઓલિમ્પિક્સના આયોજન પર શંકા
થોમસ બાકની 2025 સુધી IOCનાં પ્રમુખ તરીકે નિમણૂક - આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ
થોમસ બાકને બુધવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)ના અધ્યક્ષ તરીકે ચાર વર્ષની મુદ્દત માટે ચૂંટવામાં આવ્યા છે. આ વર્ષે તેમનું ધ્યાન ટોક્યો ખાતે યોજાનારી ગેમ્સ પર કેન્દ્રિત કરવામાં આવશે.
જિનીવા: થોમસ બાકને બુધવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ સમિતિ (IOC)નાં અધ્યક્ષ તરીકે 4 વર્ષની મુદત માટે ચૂંટવામાં આવ્યા છે અને આ વર્ષે યોજાનારી ટોક્યો ગેમ્સ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અધ્યક્ષ માટેની ચૂંટણીમાં જર્મન વકીલ થોમસ બાક બિનહરીફ ચૂંટાયા હતા. આ ચૂંટણી માટે યોજાયેલા મતદાનમાં 4 સભ્યોએ મતદાન કરવાનું ટાળ્યું હતું.
ઓલિમ્પિક્સ માટે ટોક્યો અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ શહેર
બાકે કહ્યું કે, ટોક્યો અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સ માટે શ્રેષ્ઠ રીતે તૈયાર શહેર છે. તેમણે વધુમાં કહ્યું કે, કોવિડ-19ને કારણે પ્રતિબંધો લાદવામાં આવ્યાં હોવા છતાં ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઇથી શરૂ થશે. કોવિડ-19ને કારણે ઓલિમ્પિક રમતોને એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવી હતી અને હાલ પણ તેના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.