ગુજરાત

gujarat

ETV Bharat / sports

PRO BOXING: એક વર્ષ પછી રિંગમાં વિજેન્દ્ર સિંહ ફરશે પરત , સ્નાઇડર સામે થશે મેચ - ROUND

નેવાર્ક: એક વર્ષ સુધી રિંગથી દુર રહેલા ભારતીય બોક્સર વિજેન્દ્ર સિહ શનિવારે અમેરિકાના માઇક સ્નાઇડરની સામે રિંગમાં મેચ રમશે. આ મેચ વિજેન્દ્રનો 8 રાઉન્ડમાં હશે.

એક વર્ષ પછી રિંગમાં વિજેન્દ્ર સિંહ પરત ફરશે, સ્નાઇડર સામે થશે મેચ

By

Published : Jul 13, 2019, 11:08 AM IST

WBO ઓરિએંટલ અને એશિયા પેસેફિક સુપર મિડિલવેટ ચેંપિયન વિજેન્દ્રને હજુ સુધી બોક્સીંગમાં કોઇ હરાવી શક્યુ નથી. વિજેંન્દરે 10 મેચ રમ્યા છે. અમે બધામાં તેને જીત હાંસલ કરી છે. જેમાં 7 મેચમાં તેને નોકઆઉટમાં જીત હાંસલ કરી છે.

એશિયા પૈસિફિક સુપર મિડલવેટ ચેંપિયન વિજેન્દ્ર

વિજેન્દ્ર પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે," મને લાગે છે કે આ મેચ રસાકસી ભર્યો હશે. હું બોક્સીંગ કેરિયર પર ધ્યાન આપવા ઇચ્છુ છું અને તેને વધુ સારૂ બનાવવા માગુ છું. હું આ વર્ષે બે વધુ મેચ રમીશ અને બધાને વ્યસ્ત રાખવા વિશ્વ ટાઇટલ જીતવાની તૈયારી કરીશ" વધુમાં કહ્યું હતુ કે આગામી મેચ માટે તૈયાર છું.

જ્યારે સ્નાઇડર કહ્યું કે તેના ટ્રેનરે વિજેન્દ્રના ધણા મેચ નિહાળ્યા છે. અને તેથી ભારતીય બોક્સર વિરૂદ્ધ કેવી રીતે રમવુ જેની તેની પાસે માહિતી છે.

માઇક સ્નાઇડર

આ મેચનું પ્રસારણ ભારતમાં રવિવારે સવારે 4:30 કલાકે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details