બોક્સિંગમાં ભારતના પ્રથમ ઓલમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલના વિજેતા 33 વર્ષના બોક્સર વિજેન્દ્ર સિંહ અત્યાર સુધીમાં કુલ 10 પ્રોફેશનલ મુકાબલામાં જીતી મેળવી છે. વિજેન્દ્રને અમેરિકાના લોસ એન્જેલસ ખાતે પ્રકટિસ સમયે ઈજા થઈ હતી.
બોકસર વિજેન્દ્ર માઈક સ્ન્નાઈડર વિરુદ્ધ અમેરિકામાં કરશે ડેબ્યૂ
નવી દિલ્હી: ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્ર સિંહ 13 જુલાઈના રોજ ન્યૂજર્સીના નેવાર્કમાં અમેરિકન પ્રોફેશનલ સર્કિટમાં સ્થાનિક દાવેદાર માઇક સ્નાઈડર વિરુદ્ધ રમશે. અહીં જણાવી દઈએ કે, વિજેન્દ્ર સિંહે કોંગ્રેસની ટિકીટ પર લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કર્યો હતો.
વિજેન્દ્રના ભારતીય પ્રમોટરે કહ્યુ કે, વિજેન્દ્ર 13 જુલાઈના રોજ અમેરિકના ન્યૂઝર્સીમાં નેવાર્કના પ્રુડેન્શિયલ કેન્દ્રમાં પ્રદાર્પણ કરશે. જેમાં 8 રાઉન્ડમાં મુકાબલો રમાશે. સ્ન્નાઈડરનો રેકોર્ડ 13-5-3 છે.અમેરિકાના મુકાબલા માટે વિજેન્દ્ર ઓફ ફેમમાં સામેલ બાબા આરુમના પ્રમોશન કંપની સાથે કરાર કર્યો છે.ઈજાને લઈ વિજેન્દ્ર ભારત પરત ફર્યો હતો. અને કોંગ્રેસની ટિકીટ પર દક્ષિણ દિલ્લીથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેમને લોકસભા ચૂંટણીમાં હાર મળી હતી.
સ્ન્નાઈડરે ગત્ત મુકાબલામાં શિકાગોમાં ટૉમી હ્યુજ વિરુદ્ધ રમ્યો હતો. જેમાં તેમને નોકઆઉટ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વિજેન્દ્ર સિંહ 2015માં પ્રોફેશનલ બોક્સર બન્યા.