ચેન્નઈઃ રવિવારે જાહેર થયેલી પ્રેસ રીલિઝ અનુસાર પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને દેશના ટોચના ખેલાડી વિશ્વનાથન આનંદ અને આખિલ ભારતીય ચેસ મહાસંઘ(AICF) પસંદગી સમિતિની ચર્ચા બાદ ભારતે બીજા નંબરના ખેલાડીની ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે.
પસંદગી સમિતિમાં AICF અધ્યક્ષ પી.આર.વેંકટરામા રાજા અને માનદ સચિવ વિજય દેશપાંડે સામેલ હતા. AICFની પ્રેસ રીલિઝ અનુસાર, ભારતના બીજા નંબરના ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીની ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. જે ઓનલાઈન ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેશે.
વિશી આંનદ અને પસંદગી સમિતિના સૂચન બાદ AICF અધ્યક્ષ પી.આર.વેંકટરામા રાજાએ આ નિર્ણય લીધો છે. ટીમમાં પી.હરિકૃષ્ણા અને રાષ્ટ્રીય ચેમ્પિયન અરવિંદ ચિદમ્બરમ, વિશ્વ રેપિડ ચેમ્પિયન કોનેરૂ હમ્પી, ડી.હરિકા અને યુવા ખેલાડી આર.પ્રાગનાનંદા પણ સામેલ છે.