ન્યૂયોર્કઃ નોવાક જોકોવિચે ફાઇનલમાં ડેનિલ મેડવેડેવને હરાવીને તેનું ચોથું યુએસ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું હતું. સર્બિયન ખેલાડીએ પ્રથમ સેટમાં 6-3થી આસાનીથી હરાવી જીત મેળવી હતી. બીજા સેટમાં મેડવેડેવે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈ-બ્રેકરમાં હારી ગયો કારણ કે સર્બ 7-6(5) થી જીતી ગયો. ત્યારપછી ત્રીજા સેટમાં જોકોવિચે પ્રથમ બે સેટને મજબૂત બનાવીને 6-3થી જીત મેળવી હતી.
રાફેલ નડાલના રેકોર્ડને તોડી નાખ્યોઃજોકોવિચ ચોથું યુએસ ઓપન ટાઇટલ જીતી લીધું છે. આ વર્ષની શરૂઆતમાં જોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જોકોવિચને જૂલાઈમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે 2023માં 4માંથી 3 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.
એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડીઃ આ મેચમાં સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે શાનદાર જીત નોંધાવી હતી અને ડેનિલ મેદવેદેવને 6-3, 7-6 (7/5) 6-3થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આ સાથે તે 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી બની ગયો છે. નોવાક જોકોવિચ એ મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટની બરાબરી પર છે, જેને 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.