17 વર્ષીય કરન હાલ ધોરણ 11માં અભ્યાસ કરે છે. તે ગત્ત 10 વર્ષથી જિમ્નાસ્ટિક સાથે સંકળાયેલો છે. કરન ગત્ત ત્રણ વર્ષથી ખેલમહાકુંભમાં પણ ગોલ્ડ લાવે છે. આ ઉપરાંત કરને વિવિધ એજ ગૃપમાં 14 મેડલ મેળવ્યા અને 6 વખત નેશનલ સ્પર્ધામાં તે ભાગ લઇ ચૂક્યો છે. આ યુવા ખેલાડીના પિતા બેરોજગાર રત્નકલાકાર છે. જેથી તેની માતા ઘર ચલાવવા માટે ઘરકામ તેમજ બાળકોની માલિશ કરવાનું કામ કરે છે.
બેરોજગાર રત્નકલાકારના પુત્રની અંડર-17 આર્ટીસ્ટીક જિમ્નાસ્ટિકમાં થઇ પસંદગી - અંડર-17 આર્ટીસ્ટીક જિમ્નાસ્ટિક
સુરત: દેશમાં સ્પોર્ટ્સ કલ્ચરને વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટુર્નામેન્ટમાં કરન મોરે અંડર-17 આર્ટીસ્ટીક જિમ્નાસ્ટિકમાં સુરતનું પ્રતિનિધિત્વ કરશે. અંડર-17 એજ ગ્રુપમાં પસંદગી પામનારો સુરતનો એકમાત્ર ખેલાડી કરન સામાન્ય પરિવારમાંથી આવે છે. કરન ખેલો ઇન્ડિયા માટે ગુવાહાટી ખાતે 9થી 22 જાન્યુઆરી દરમિયાન સ્પર્ધામાં ભાગ લેશે.
કરણ
ઉલ્લેખનીય છે કે, ખેલો ઇન્ડિયા માટે સમગ્ર ગુજરાતમાંથી પુરૂષની કેટેગરીમાં 2 જ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.