ગુજરાત

gujarat

ETV Bharat / sports

રમત-ગમતના 3 ખેલાડીઓ સાથે વાત કરશે રિજિજૂ, ઓલમ્પિકની તૈયારી શરૂ કરવાને લઇને કરશે ચર્ચા - કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજ્જુ

ભારતીય ઓલમ્પિક સંધના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ કહ્યું કે, 'કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજૂ ત્રણ રમતના ખેલાડીઓ સાથે સીધી વાતચીત કરશે અને ઓલિમ્પિક-2021ની તૈયારીઓ શરૂ કરવાને લઇને ચર્ચા કરશે.

ત્રણ અલગ-અલગ રમત ગમતના ખેલાડીઓ સાથે વાત કરશે રિજ્જુ
ત્રણ અલગ-અલગ રમત ગમતના ખેલાડીઓ સાથે વાત કરશે રિજ્જુ

By

Published : May 11, 2020, 2:19 PM IST

નવી દિલ્હી : કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજૂ આ અઠવાડિયામાં અલગ-અલગ દિવસોમાં ત્રણ રમતના ખેલાડી સાથે ઓલિમ્પિકને લઇને ચર્ચા કરશે.

ભારતીય ઓલિમ્પિક સંધના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ સમગ્ર બાબતની જાણકારી આપી હતી કે, ત્રણ રમતવીર સાથે વાતચીત કરશે જેમાં ભારોત્તોલન, એથ્લેટિક્સ અને હોકી સામેલ છે.

ખેલ મંત્રાલયે તબક્કાવાર ખેલાડીઓની ટ્રેનિંગ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

બત્રાએ જણાવ્યું કે, 'કેન્દ્રિય ખેલ પ્રધાન કિરણ રિજિજૂ 3 રમત-ગમતના ખેલાડીઓ સાથે ઓલિમ્પિક-2021ને લઇને સીધી વાતચીત કરશે. જેમાં આજરોજ 11 મે સોમવારે ભારોત્તોલન, 12 મે ના રોજ એથ્લેટિક્સ અને 14 મે ના રોજ મહિલા અને પુરૂષ હોકી ટીમના ખેલાડીઓ સાથે ચર્ચા કરશે.

ABOUT THE AUTHOR

...view details