ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Paralympics: સુહાસ-પ્રાચીએ મેડલની આશા જગાડી, તાઈક્વાંડોમાં અરુણાની જીત તો મહિલા સિંગલ્સમાં પારુલ પરમારની હાર - Canoe Sprint

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભારતની પ્રાચી યાદવ કૈનો સ્પ્રિન્ટમાં શાનદાર શરૂઆત કરતા સેમિફાઈનલમાં પહોંચ્યાં છે. જ્યારે બેડમિન્ટનમાં સુહાસ એલવાઈએ પોતાનો દબદબો યથાવત રાખતા જર્મનીના ખેલાડીને મ્હાત આપી હતી.

Tokyo Paralympics: સુહાસ-પ્રાચીએ મેડલની આશા જગાડી, તાઈક્વાંડોમાં અરુણાની જીત તો મહિલા સિંગલ્સમાં પારુલ પરમારની હાર
Tokyo Paralympics: સુહાસ-પ્રાચીએ મેડલની આશા જગાડી, તાઈક્વાંડોમાં અરુણાની જીત તો મહિલા સિંગલ્સમાં પારુલ પરમારની હાર

By

Published : Sep 2, 2021, 10:27 AM IST

  • ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે
  • ભારતની પ્રાચી યાદવ કૈનો સ્પ્રિન્ટમાં શાનદાર શરૂઆત કરતા સેમિફાઈનલમાં પહોંચ્યાં
  • સુહાસ સિવાય તરૂણ ધિલ્લોન પણ પોતાની મેચ 2-0થી જીતવામાં સફળ રહ્યાં હતાં

ટોક્યો (જાપાન): ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ભારતની પ્રાચી યાદવ કૈનો સ્પ્રિન્ટમાં શાનદાર શરૂઆત કરતા સેમિફાઈનલમાં પહોંચ્યાં છે. જ્યારે બેડમિન્ટનમાં સુહાસ એલવાઈએ પોતાનો દબદબો યથાવત રાખતા જર્મનીના ખેલાડીને મ્હાત આપી હતી. સુહાસ સિવાય તરૂણ ધિલ્લોન પણ પોતાની મેચ 2-0થી જીતવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે તાઈક્વાંડોમાં અરૂણા તંવરે દમદાર પ્રદર્શન કરતા સર્બિયાની ખેલાડીને મ્હાત આપી હતી. જ્યારે બેડમિન્ટન મહિલા સિંગલ્સમાં પારુલ પરમારે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો-તાલિબાને Afghan Cricket Teamને ઓસ્ટ્રેલિયા સામે રમવાની આપી મંજૂરી, પરંતુ...

આજે ભારતના અનેક એથ્લિટ અલગ-અલગ સ્પર્ધાઓમાં પડકાર આપશે

તાઈક્વાન્ડોમાં અરૂણા તંવરે દમદાર પ્રદર્શન કરતા સર્બિયાની ખેલાડીને 29.9ના અંતરથી હરાવી હતી. જ્યારે બેડમિન્ટનની મહિલા યુગલ સ્પર્ધામાં પલક કોહલી અને પારુલ પરમારની જોડીને હરાવીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મહિલા સિંગલ્સમાં પણ પારુલ હારી ગયાં હતાં. તેઓ ચીનની ખેલાડી ચાંગથી હારી ગયાં હતાં. ટોક્યો ઓલિમ્પિકના નવમા દિવસે ભારતીય દ્રષ્ટિકોણ ખૂબ જ વિશેષ છે. આજે ભારતના અનેક એથ્લિટ અલગ-અલગ સ્પર્ધાઓમાં પડકાર આપશે. આ તમામ એથ્લિટ્સથી મેડલ જીતવાની આશા છે. નવમા દિવસે ભારતીય ખેલાડી નિશાનેબાજી, બેડમિન્ટન, કેૈનો સ્પ્રિન્ટ, તાઈક્વાન્ડો અને શોટપુટ સ્પર્ધાઓમાં પોતાનો દમ બતાવશે. 8મો દિવસ પણ ભારત માટે ખાસ નહતો રહ્યો. આ દિવસે ભારતીય એથ્લિટ્સે નિરાશ કર્યા હતા અને કોઈ પણ ખેલાડી મેડલ ન જીતી શક્યા.

આ પણ વાંચો-ટિહરીના રોહિતે બોક્સિંગમાં ગોલ્ડ જીતીને વધાર્યું દેશનું ગૌરવ

ભારતીય ખેલાડી પોતાની આગામી ગૃપ મેચ 3 સપ્ટેમ્બરે રમશે

મહિલાઓની મિક્સ્ડ બેડમિન્ટન સ્પર્ધામાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય બેડમિન્ટન ખેલાડી પલક કોહલી અને પારુલ પરમારને વિશ્વની બીજું સ્થાન મેળવનારી ચીનની જોડી હુઈહુઈ અને ચેંગે હરાવી દીધા હતા. ચીનની ખેલાડીઓએ આ મેચ 2-0થી પોતાના નામે કર્યું હતું. હવે ભારતીય ખેલાડી પોતાની આગામી ગૃપ મેચ 3 સપ્ટેમ્બરે રમશે. તો નિશાનેબાજીની પી-3 મિક્સ્ડ 25 મીટર પિસ્તોલ એસએચ-1 ટીમ સ્પર્ધામાં ભારતના આકાશ 278 પોઈન્ટની સાથે 11મા સ્થાન પર છે. જ્યારે 284 પોઈન્ટની સાથે રાહુલ ઝાખડ 7 સ્થાન પર છે. હવે આ સ્પર્ધામાં રેપિડ રાઉન્ડ મેચની રાહ છે.

ABOUT THE AUTHOR

...view details