- યોગેશ કથુનિયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો
- ડિસ્કસ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો
- પરિવારજનો દ્વારા ઉજવણી કરાઇ
ટોક્સો : ભારતના યોગેશ કથુનિયાએ (Yogesh Kathuniya) ટોક્યોમાં ગેમ્સમાં ડિસ્કસ થ્રો F56 માં સિલ્વર મેડલ જીત્યો છે. જોગિન્દર સિંહ બેદી અને વિનોદ કુમારે ભારત તરફથી ડિસક્સ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે, તો બીજી તરફ ભારતની અવની લેખારાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલની અંતિમ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગેશ કથુનિયાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. PM લખ્યું યોગેશ કથુનિયાએ સારું પ્રદર્શન કર્યું. ખુશી છે કે તેને સિલ્વર મેડલ મળ્યો છે. ભવિષ્યમાં તેના સતત પ્રયાસો માટે ઘણા અભિનંદન.તો આ સાથે ગૃહપ્રધાન અમિત શાહે યોગેશ કથુનિયાને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.