ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Paralympics 2020: પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે જીત્યો બ્રોન્ઝ મેડલ - Tokyo

ટોક્યો પેરા ઑલિમ્પિક 2020માં ભારતની અવની લેખરાએ કમાલ કરી દીધો છે. અત્યારે ચાલી રહેલા પેરા ઑલિમ્પિકમાં પહેલા જ ગૉલ્ડ મેડલ જીતી ચૂકેલી જયપુરની આ પેરા શૂટરે વધુ એક મેડલ પર કબજો કર્યો છે.

પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે બ્રોન્ઝ જીત્યો
પેરા શૂટર અવની લેખરાએ કરી કમાલ, ગૉલ્ડ બાદ હવે બ્રોન્ઝ જીત્યો

By

Published : Sep 3, 2021, 1:55 PM IST

  • અવનીએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ 1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો
  • આ પેરા ઑલિમ્પિકમાં અવની લેખરાનો આ બીજો મેડલ
  • 10 મીટર એર રાઇફલ એસએચ 1 વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

ટોક્યો: ભારતની પેરા શૂટર અવની લેખરાએ ટોક્યો પેરા ઑલિમ્પિક 2020માં મહિલા 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન એસએચ 1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. અવનીનો આ પેરા ઑલિમ્પિકમાં આ બીજો મેડલ છે.

ટોક્યો પેરા ઑલિમ્પિકમાં ભારતે 12 મેડલ જીત્યા

ઉલ્લેખનીય છે કે આ પહેલા તેમણે મહિલાઓની 10 મીટર એર રાઇફલ એસએચ 1 વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અવનીના મેડલ જીતવાની સાથે જ ભારતે ટોક્યોમાં અત્યાર સુધી 12 મેડલ પોતાના નામે કર્યા છે.

ચીનની કુલપિંગ ઝાંગે જીત્યો ગૉલ્ડ

અવની 445.9ના સ્કોરની સાથે ત્રીજા સ્થાન પર રહી. આ ઇવેન્ટનો ગોલ્ડ મેડલ ચીનની કુલપિંગ ઝાંગે જીત્યો, જેમણે 457.9નો સ્કોર કર્યો, જ્યારે જર્મનીની નતાસ્ચા હિલટ્રોપે 457.1 અંક લઇને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે.

પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ ટી-64 ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતે દિવસનો બીજો મેડલ પોતાના નામે કર્યો. અવની પહેલા પ્રવીણ કુમારે પુરુષ ઊંચી કૂદ ટી-64 ઇવેન્ટમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો. ભારતે ટોક્યો પેરા ઑલિમ્પિકમાં અત્યાર સુધી 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 12 મેડલ પોતાના નામે કર્યા છે.

વધુ વાંચો: Paralympics: પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર જીત્યો, પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા

વધુ વાંચો: Tokyo Paralympics: સુહાસ-પ્રાચીએ મેડલની આશા જગાડી, તાઈક્વાંડોમાં અરુણાની જીત તો મહિલા સિંગલ્સમાં પારુલ પરમારની હાર

ABOUT THE AUTHOR

...view details