- જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક ગેમ્સને લઇને તૈયારીઓ
- મોબાઈલ ટ્રેકિંગ સોફ્ટવેર માટે 67 મિલિયન ખર્ચાશે
- વિદેશી દર્શકોને મંજૂરી નથી ત્યાં એપની સફળતાને લઇને વિવાદ
ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક્સ ગેમ્સ દરમિયાન કોરોના વાયરસ સંક્રમણ અટકાવવાના હેતુથી એક યોજના કરવામાં આવી છે જેમાં મોબાઈલ ટ્રેકિંગ એપ્લિકેશન સોફ્ટવેર બનાવાશે. જાપાની કરદાતાઓના નાણાંમાંથી બનનારા સોફ્ટવેર માટે જાપાનની ટોચની ટેલિકોમ્યૂનિકેશન્સ કંપની 7.3 અબજ યેન એટલે કે આશરે 67 મિલિયન યેન મેળવી રહી છે. એનટીટી કોમ્યુનિકેશન્સ કોર્પોરેશન જે નિપ્પોન ટેલિગ્રાફ અને ટેલિફોન કોર્પ.ની એક જૂથ કંપની છે તે અને ટોક્યો ઓલિમ્પિક્સ ગેમ્સના સ્થાનિક પ્રાયોજક દ્વારા જૂન માસમાં આ સોફ્ટવેર રિલીઝ કરવા તૈયારી કરવામાં આવી રહી છે. આ સોફ્ટવેર બહુવિધ ભાષાઓમાં રજૂ કરવામાં આવશે. સ્થાનિક પ્રાયોજકો દ્વારા તેના માટે 3.75 મિલિયનનું ફંડિગ અપાયું છે. જે પહેલાં યોજાઇ ગયેલી કોઇપણ ઓલિમ્પિકના કુલ ખર્ચ કરતાં વધુ છે. આ ફાળો ટોક્યો ઓલિમ્પિક્સના સત્તાવાર માર્કેટિંગ પાર્ટનર કંપની ડેન્ટસુ દ્વારા ભેગો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ભારતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાન ઓલિમ્પિક માટે ક્વાલિફાય થયો
સોફ્ટવેર બિનજરૂરી હોવાનો વિવાદ
ઓલિમ્પિક આયોજનને લઇને શંકા ધરાવનારા અન્ય લોકોની જેમ જ, વિપક્ષના નેતા કનાકો ઓત્સુજીએ ટીકા કરી હતી કે આ એપ્લિકેશન નાણાંનો મોટો બગાડ છે. તેમણે કહ્યું કે દર્શકો હાજર જ રહેવાના નથી ત્યારે આ પ્રકારની સોફ્ટવેર ડિઝાઇનિંગની ક્યાં જરુર છે. જાપાન સરકાર ડિજિટલ ઇનોવેશનના મામલે વારંવાર નિષ્ફળ બની રહી છે, શું તે આ નવી એપથી સફળ બનવાની છે? આ એપને દર્શકોએ તેમના સેલફોન પર ડાઉનલોડ કરવાની છે જેથી સેટેલાઇટ તકનીકથી તેમની આવનજાવન પર નજર રાખી શકાશે, અને તેઓ કોઇ સંક્રમિતના સંપર્કમાં આવે છે તો તે જાણી શકાશે. પણ આ એપ ત્યારે જ સફળ બની શકે જ્યારે તેનો ઇરાદો સારો હોય અને લોકો પ્રામાણિકતાથી વાપરે અને તેમાં પોતાના સ્વાસ્થ્ય અંગેની સાચી જાણકારી આપે.