મુંબઈ : અભિનવ બિન્દ્રાએ ગુરૂવારે કહ્યું કે, ભારત પોતાની અત્યાર સુધીની સૌથી મજબૂત ટીમ સાથે ટોક્યો ઑલિમ્પિકમાં શૂટીંગના પ્રબળ દાવેદારના રૂપે ઉતરશે. જો રેંકિન્ગની યાદીને જોવામાં આવે તો, આપણા ઘણા શૂટરો દુનિયાના એક અથવા 2 અને 3 નંબરે છે.
ભારત માટે ઑલિમ્પિકમાં એકમાત્ર વ્યક્તિગત ગોલ્ડ મેડલ વિજેતા બિન્દ્રાએ જણાવ્યું કે, ઘણી સ્પર્ધાઓમાં અમે પ્રબળ દાવેદાર તરીકે શરૂઆત કરીશું. ગત સત્રમાં વિશ્વ કપમાં અમે સૌથી વધુ મેડલ જીત્યા હતા, જે અમારી પ્રબળ દાવેદારી દર્શાવે છે.