- અર્જુન જાટ અને અરવિંદસિંઘે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
- 6:45:11ના સમય સાથે સ્પેનની જોડી સ્થાને રહી
- રેપચેજ રાઉંડમાં પોલૈંડે 6:43:44ના સમય સાથે ટોપ કર્યું
ટોક્યો (જાપાન) : ભારતીય રોઈગ જોડી અર્જુન જાટ અને અરવિંદસિંઘે હળવા વજનના ડબલ સ્કલ્સ રેપચેજની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ સમય દરમિયાન તેમણે 6: 51: 36નો સમય લીધો હતો.
1000 મીટર સુધી ચોથા સ્થાને રહેલી આ જોડીએ પાછળથી ત્રીજા સ્થાને પહોંચી
અર્જુન જાટ અને અરવિંદસિંહની જોડીએ રેપચેજની સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. પ્રારંભિક 1000 મીટર સુધી ચોથા સ્થાને રહેલી આ જોડીએ પાછળથી ત્રીજા સ્થાને પહોંચી ગઇ હતી. આ પહેલા ગઈકાલે બીજી હીટમાં ભારતીય જોડીએ છ-ટીમની સ્પર્ધામાં 6 : 40 . 33નો સમય નિકાળ્યો અને સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકી નહિ.
છમાંથી ત્રણ ટીમોએ સેમીફાઇનલમાં અને બાકીની ત્રણ ક્લાસીફિકેશન રાઉન્ડમાં ગઇ
રેપેચેજ રાઉન્ડ ટીમોને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અથવા ફાઇનલમાં પ્રવેશ કરવાની બીજી તક આપે છે. આમાં છમાંથી ત્રણ ટીમોએ સેમીફાઇનલમાં અને બાકીની ત્રણ ક્લાસીફિકેશન રાઉન્ડમાં ચાલી ગઇ હતી.