ટોક્યોઃ કોરોના વાઇરસને કારણે ટોક્યો ઓલિમ્પિકનું આયોજન એક વર્ષ માટે ટાળી દેવામાં આવ્યું છે. કોરોના વાઇરસને કારણે ઓલિમ્પિકના ભવિષ્ય પર સંકટના વાદળો છવાયા હતા. ઓલિમ્પિક રમતોનું આયોજન 24 જુલાઈથી 9 ઓગસ્ટ 2020 વચ્ચે થવાની હતી. હવે તે 2021મા રમાશે. કોવિડ-19ને કારણે વિશ્વભરમાં અત્યાર સુધી 17,000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
કોરોના વાઇરસના કારણે એક વર્ષ માટે ટોક્યો ઓલિમ્પિક સ્થગિત - એક વર્ષ માટે ટોક્યો ઓલંપિક સ્થગિત
જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ અંતરરાષ્ટ્રીય ઓલંપિક સમિતિના અધ્યક્ષ થામસ બાકની સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટોક્યો ઓલંપિક રમતને એક વર્ષ માટે રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આબેએ આઇઓસી અધ્યક્ષ થામસ બાકની સાથે વાત કર્યા બાદ કહ્યું કે, મેં એક વર્ષ માટે ઓલંપિક રદ્દ કરવાની રજૂઆત કરી અને અધ્યક્ષ બાકેએ મારી વાત પર સહમતી દર્શાવી હતી.

કોરોના વાઇરસના કારણે એક વર્ષ માટે ટોક્યો ઓલંપિક સ્થગિત
આબેએ કહ્યું કે, કોરોના વાઇરસ મહામારીના કારણે ટોક્યો 2020 ઓલંપિકમાં તમામ દેશના ખેલાડીઓ ભાગ નહીં લઇ શકતા, તેથી આ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.સમગ્ર દેશની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને ઓલંપિક રમતોને એક વર્ષ માટે રદ્દ કરવામાં આવી છે.