- ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવનારી ભારતીય ફેન્સર ભવાની દેવી
- 64-રાઉન્ડની મેચમાં ટ્યુનીશિયાની હરીફ નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવી
- ભવાની દેવીએ પ્રથમ ત્રણ મિનિટમાં 8-0થી આગળ વધી શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું
ટોક્યો: ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવનારી ભારતીય ફેન્સર ભવાની દેવીએ સોમવારના રોજ વુમન સાબરમાં ટેબલ્ ઓફ 64-રાઉન્ડની મેચમાં ટ્યુનીશિયાની હરીફ નાદિયા બેન અઝીઝીને 15-3થી હરાવી પોતાની આકર્ષક કુશળતા દર્શાવી હતી.
આ પણ વાંચો:Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી
ભવાની દેવીએ અઝીઝીને પરાજિત કરી
અઝીઝીનુું ભવાની દેવીની સામે હરીફાઇમમાં કાઇ જોવા મળ્યું ન હતું કારણ કે, આ મેચ ફક્ત છ મિનિટ અને 14 સેકન્ડ ચાલી હતી, જેમાં દેવીએ અઝીઝીને પરાજિત કરી હતી.ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારી પ્રથમ ભારતીય તલવારબાજી બનનારી ચેન્નાઈની ખેલાડી ભવાની દેવીએ પ્રથમ ત્રણ મિનિટમાં 8-0થી આગળ વધી શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું હતું. ફેન્સીંગના નિયમો પ્રમાણે, જે ખેલાડી પ્રથમ 15 પોઇન્ટ મેળવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
આ પણ વાંચો:tokyo-olympics-2020-ભારતનું ચોથા દિવસનુ શેડ્યુઅલ
ભારતીય ફેન્સર ભવાની દેવીની આવડતની આગળની મેચમાં વધુ પરીક્ષણ
ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવનારી ભારતીય ફેન્સર ભવાની દેવીની આવડતની આગળની મેચમાં વધુ પરીક્ષણ કરવામાં આવશે કારણ કે, તે ઉચ્ચ ક્રમાંકિત ખેલાડીઓ સામે રમશે. દરમિયાન, તેનો સામનો બીજા રાઉન્ડમાં ફ્રાન્સના રિયો ઓલિમ્પિકની સેમિફાઇનલિસ્ટ મેનન બ્રુનેટ સામે થશે.